Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

અનુપમસિંહ ગેહલોતે ક્રાઇમ બ્રાન્ચ સાથે પ્રજામાંથી ૧૦ યુવતી અને ૩૦ યુવાનોની ટીમ બનાવી હતી

પોલીસ ધારે તો શું ન કરી શકે? વડોદરાના ટોચના ઉદ્યોગપતિને ઐતિહાસિક ધમકી પત્ર પાઠવનારને ઝડપવાની રસપ્રદ કથા : ઓપરેશન 'નાઇટ રાઇડર્સ 'ની રોમાંચક અને અદભુત કથા વર્ણવતા પોલીસ કમિશ્નર

રાજકોટ, તા., ૨૨: સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવનાર અને ધમકીપત્ર સાથે સોરી કહી પાંચ વર્ષ પછી વ્યાજ સાથે રકમ પરત આપવાનો વડોદરાના ટોચના ઉદ્યોગપતિને મળેલ ધમકી પત્રનો ભેદ ગણતરીના કલાકમાં  જેમના માર્ગદર્શન નીચે ખુલ્યો તેવા અનુપમસિંહ ગેહલોતે આ નાજુક મામલામાં આરોપીને પકડવા માટે પોલીસે કેવી રણનીતી અપનાવી હતી તેની રસપ્રદ વાત અકિલા સાથે દોહરાવી હતી.

વડોદરાના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જણાવેલ કે સમગ્ર ઓપરેશન નાઇટ રાઇડર્સ નામ આપવામાં આવેલું હતું. જેમાં ૧૦ યુવતીઓ સાથે ૩૦ યુવાનોની ટીમ બનાવી હતી. આ ટીમ વોટસએપ મારફત સતત પોલીસના સંપર્કમાં રહી હતી.

ઉદ્યોગપતિના પુત્રની હત્યાનો ઓર્ડર આપી દીધો હોવાની ધમકી આપનાર નજીકનો  સગો અને જાણભેદુ હોવાની શંકા દ્રઢ બનતા જ પોલીસે કેટલીક ચોક્કસ હકિકત આધારે જાળમાં ફસાવવા માટે કેટલીક ટેકનીક અજમાવી હતી. ઉદ્યોગપતિ દંપતીને પણ વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા. તેઓએ પણ એવો દ્રઢ સંકલ્પ કર્યો કે બંન્નેમાંથી ખંડણીખોર  જેનો પણ સગો હોય પણ તેને જેલમાં મોકલીને જ જંપવું અને આમ ફેકટરી માલીકના માસીનો પુત્ર દિપ પટેલ કે જે આર્થીક સંકડામણમાં આવવાથી આવો રસ્તો અપનાવ્યો હતો. તેને આબાદ ઝડપી લેવામાં આવ્યો હતો. દિપને જાણ નહોતી કે તમામ સગાઓ ઉપર સર્વેલન્સ છે.

ગમે તેવો ચાલાક ગુન્હેગાર પણ કોઇને કોઇ પુરાવા પાછળ છોડી જતો હોય છે. ક્રાઇમ સિરીયલો જોઇ-જોઇને ગુન્હો કરવા પ્રેરાયેલ દિપે ધીરજ છોડી બીજો પત્ર લખ્યો અને એ પત્ર તેને સ્કુટર સ્વાર આપી ગયાનું  રટણ કરેલ પણ પોલીસ તેની કોઇ ભુલ થાય તેની જ રાહ જોતી હતી. આમ નાજુક મામલાનો કરૂણાંતને બદલે સુખદ અંત પોલીસની સક્રિયતા અને કુનેહને કારણે આવી ગયો હતો. (૪.૪)

 

(2:59 pm IST)