Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

એક કદમ સ્વચ્છતા કી ઓર... સ્વચ્છતા અભિયાન માટે કેન્દ્રએ ફાળવેલ રૂ.માંથી ૧૨૬૩૨ લાખ ન વપરાયા

કોંગી ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ પ્રશ્ન ઉઠાવતા પોલ ખૂલી

 ગાંધીનગર તા.રરઃ કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય અને પૂર્વ વન મંત્રી મોહનસિંહ રાઠવાએ સ્વચ્છતા અભિયાન માટે ફાળવેલી રકમ અને વણવપરાયેલી રકમ અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો. ગ્રામ વિકાસ મંત્રીએ જણાવેલ કે સરકારે ૨૦૧૭-૧૮ના વર્ષમાં ૫૫૮૩૩.પર લાખ ફાળવેલ. જેમાંથી ૨૧૪૮૬ લાખ વપરાયા છે. ૨૦૧૮-૧૯માં ૯૭૯૧.૧૪ લાખ ફાળવ્યા છે. જેમાંથી ૧૨૬૩૨ લાખ ફાળવાયા છે.

(એ) બેઝલાઇનમાં સમાવેશ ન થયેલ લાભાર્થીઓને શૌચાલય આપવાનો, (બી) સામુહિક શોૈચાલયો બનાવવાનો, (સી) ધન અને પ્રવાહી કચરાના વ્યવસ્થાપન અને ''ODF+''નું સાતત્ય જાળવવાનો છે તેથી આ તમામ ઘટકોની જરૂરીયાત સુનિશ્ચિત કરવા માટે આયોજન કામગીરીમાં સમય લાગેલ છે.

ધન અને પ્રવાહી કચરાના વ્યવસ્થાપનની કામગીરી તાંત્રિક પ્રકારની હોવાથી તેના આયોજનમાં તથા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર બાંહેધરી યોજના સાથે સંકલન સાધવામાં સમય લાગ્યો છે.(૧.૨૦)

 

(2:56 pm IST)