Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

વડોદરામાં ગેસ એજન્સીના ચાર કર્મચારીઓ ગેસની ચોરી કરતા રંગેહાથ ઝડપાયા : સંચાલક નાશી છૂટ્યો

પીસીબીએ 120 ગેસના બોટલો સાથે 3 લાખ નો મુદ્દામાલ કબ્જે કર્યો

વડોદરા : પીસીબીએ ગેસ એજન્સીના 4 કર્મચારીઓને ગેસની ચોરી કરતા રંગે હાથ ઝડપી લીધા છે જોકે ગેસ એજન્સીનો સંચાલક નાશી છૂટ્યો હતો

  આ અંગેની વિગત મુજબ વડોદરા પીસીબીને બાતમી મળી હતી કે કિશનવાડી વિસ્તારમાં અજબડી મિલ પાસે આવેલ ધ્રુવ ગેસ એજન્સી દ્વારા ગેસના બોટલોમાંથી પાઇપ વડે ગેસ ખાલી બોટલોમાં ભરી ઓછા વજન વાળા ગેસના બોટલ ગ્રાહકોને પધરાવતા હોવાનું અને ચોરી કરેલ ગેસના બોટલના કાળા બજાર કરે છે.

  આ બાતમીને આધારે પોલીસે ધ્રુવ ગેસ એજન્સીમાં ત્યારે જ રેડ પાડી હતી કે જ્યારે ગેસ ચોરી કરવાનો ધંધો ચાલતો હતો. પીસીબીની રેડ પડતા જ કર્મચારીઓને ધ્રાસકો પડ્યો હતો. પીસીબીએ ફૂલ 120 ગેસના બોટલો સાથે 4 કર્મચારીઓને ઝડપી 3 લાખ નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

(2:04 pm IST)