Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

વડોદરામાં એસટી કર્મચારીઓ શર્ટ ઉતારી અર્ધ નગ્ન હાલતમાં કર્યા દેખાવો : ,સરકારને આપ્યું અલ્ટીમેટમ

સરકાર તેરી તાનાશાહી નહીં ચલેગી તેવા નારા લગાવ્યા

વડોદરા :એસટી નિગમના કર્મચારીની હડતાળનો આજે બીજો દિવસ છે ત્યારે વડોદરા એસટી કર્મચારીઓ બસ પર ચડી નારેબાજી કરીને સરકારનો વિરોધ કર્યો હતો.

કર્મચારીઓએ શર્ટ ઉતારીને અર્ધ નગ્ન હાલતમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું. માંગ નહીં સંતોષાય તો આ હડતાળ આવનાર દિવસમાં ચાલુ રહેશે તેમ પણ કર્મચારીઓએ જણાવ્યું હતું. મહત્વનું છે કે કર્મચારીએ સીએમ રૂપાણીને સદ્દબુદ્ઘિ આપે અને સરકાર તેરી તાનાશાહી નહીં ચલેગી તેવા નારા પણ લગાવ્યા હતા.

(1:46 pm IST)