Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

અમદાવાદમાં આઇસોલેશન વોર્ડ વગર સ્વાઇન ફ્લૂના દર્દીની સારવાર કરતી હોસ્પિટલને તાળા મારી દેવાશે

ભારે ઉહાપોહ બાદ 50 જેટલી હોસ્પિટલોમાં ચેકીંગ પછી 7 ને નોટિસ ફટકારાઇ

અમદાવાદ: શહેરની અનેક ખાનગી હોસ્પિટલમાં સ્વાઇન ફલૂના દર્દી માટે અલગ આઇસોલેશન વોર્ડ ન હોવા છતાં દર્દીને દાખલ કરાય છે. જેના કારણે ખુદ દર્દીનું જીવન અને હોસ્પિટલમાં સારવારગ્રસ્ત અન્ય દર્દીઓના જીવન જોખમમાં મુકાઇ રહ્યા છે. આ મામલે ભારે ઊહાપોહ ઊઠતાં તંત્રએ પ૦ હોસ્પિટલમાં તપાસ કરી તે પૈકી સાત હોસ્પિટલને નોટિસ ફટકારી છે. જોકે સત્તાવાળાઓએ જો આવી હોસ્પિટલ નોટિસની અવગણના કરીને આઇસોલેશન વોર્ડ વગર દર્દીની સારવાર ચાલુ રાખશે તો તેને તાળાં મારી દેવાની ચીમકી પણ આપી છે.

તંત્ર દ્વારા ગઇકાલે પશ્ચિમ ઝોનની ત્રણ, ઉત્તર,પશ્ચિમ ઝોનની બે, દક્ષિણ પશ્ચિમ ઝોનની એક સહિત કુલ પ૦ ખાનગી હોસ્પિટલમાં સ્વાઇન ફલૂના દર્દીને અપાતી સારવારના મામલે તપાસ હાથ ધરાઇ હતી. જેમાં પાલડીની એમ્સ હોસ્પિટલને મહિલાનાં મોતની જાણ તંત્રને ન કરવાના તેમજ અન્ય છ હોસ્પિટલને ઉપયોગમાં લેવાયા વગર પડી રહેલાં વેન્ટિલેટર સહિતનાં કારણસર નોટિસ ફટકારાઇ હતી.

(1:32 pm IST)