Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

વિધાનસભાને ઘેરાવ બાદ શિક્ષકોની માંગણી સામે સરકાર ઝૂકી :ત્રણ મંત્રીઓની કમિટીની રચના કરી

કમિટી હવે આંદોલનકારી અને કર્મચારીઓ સાથે વાતચીત અને વાટાઘાટો કરશે.

ગાંધીનગર : શિક્ષકોની માંગણીઓ સામે સરકાર ઝૂકી છે.વિધાનસભાનો ઘેરાવ બાદ રાજ્યભરના શિક્ષકોનો ઉગ્ર વિરોધ જોતા આખરે સરકારને ઝૂકવું પડ્યું છે. મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યમાં એસ ટી કર્મચારીઓ અને પ્રાથમિક શિક્ષકોના ચાલી રહેલા આંદોલન અને હડતાળ અંગે તેમના પ્રશ્નોની ચર્ચા વિચારણા માટે 3 મંત્રીઓની કમિટીની રચના કરી છે

 

 કમિટીમાં  નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કૃષિ મંત્રી આર.સી. ફળદુ અને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની કમિટીમાં નિમણૂંક કરાયા છે. જેઓ આંદોલનકારી અને કર્મચારીઓ સાથે વાતચીત અને વાટાઘાટો કરશે.

 

   આજે પોતાની માંગણીઓને પગલે શિક્ષકોએ વિધાનસભાને ઘેરાવ કરવાનો નિર્ણય લીધો હતો. જેના વિરોધમાં મોટી સંખ્યામાં શિક્ષકો વિધાનસભા પહોંચ્યા હતા. શિક્ષકો વિધાનસભાના ગેટ સુધી પહોંચી ગયા હતા.

  બીજી તરફ, વિરોધ કરી રહેલા 2000થી વધુ શિક્ષકોની અટકાયત કરવામાં આવી હતી. પણ તેમના આ વિરોધનો સૂર સરકારના કાનમાં પહોંચ્યો હતો. તેમના વિરોધ સામે ઝૂકેલી સરકારે કહ્યું કે, પ્રજાવર્ગોને આ આંદોલનને કારણે પડતી મુશ્કેલીઓ નિવારવા માટે વાટાઘાટના ટેબલ પર બેસી સાથે મળી ચર્ચા વિચારણા કરી સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે. 

(1:10 pm IST)