Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

અમદાવાદના અડધોઅડધ રિક્ષાવાળા પાસે લાયસન્સ નથી 1,80 લાખ રીક્ષા સામે માત્ર 15 હજાર જ બેઝધારક ડ્રાયવર

બેફામ દોડતી અને મુસાફરોના જીવ જોખમ સમી સવારી અંગે આરટીઆઇમાં ચોંકાવનારો ખુલાસો

અમદાવાદ:અમદાવાદ જેવા મેગાસીટીમાં ચાલતી 1 લાખ 80 હજાર જેટલી રિક્ષાઓ સામે માત્ર 98 હજાર રિક્ષા ચાલકો લાયસન્સ ધરાવે છે.જયારે માત્ર 15 હજાર જ બેજ ધારક ડ્રાઈવર છે,  અમદાવાદ જેવા શહેરમાં 50 ટકા જેટલા રિક્ષાચાલકો લાયસન્સ વગર મુસાફરોના જીવને જોખમમાં મુકી રહ્યાં છે.આરટીઆઇમાં આવી ચોંકાવનારી વિગતો બહાર આવી છે

   શહેરમાં અનેક વખત તસ્કરો દ્વારા રિક્ષામાં ગુન્હાનાં બનાવો બને છે રિક્ષાઓમાંથી બેગ ચોરીના બનાવો રોજ- બરોજ બનતા હોઈ છે. શહેરમાં રિક્ષા ચાલકો બે-ફામ રિક્ષાઓ ચલાવે અને જ્યારે ક્ષમતા કરતા વધારે પેસેન્જરો ભરે છે.બેજ આપવામાં જ નથી આવ્યાં તે રદ થવાનો ડર નથી. જ્યારે પોલીસ દ્વારા ક્યારેય લાયસન્સ માંગવામાં જ નથી આવી રહ્યુ. ત્યારે અમદાવાદના ખ્યાતનામ રીક્ષાવાળા અંગેના ખુલાસા બાદ આર.ટી.ઓ આ મામલે પોલીસને ધ્યાન દોરશે તેવા ગાણા ગાય છે.

અમદાવાદમાં રક્ષા અંગે આરટીઆઇમાં થયેલ ખુલાસા મુજબ

1,83,753 રીક્ષા

98,575 રીક્ષા ચાલકો પાસે લાયસન્સ

15,462 રીક્ષા ચાલકો પાસે પેસેન્જર રીક્ષાનો બેજ

63,901 લોડિંગ રીક્ષા

3372 લોડિંગ રીક્ષા ચાલકો પાસે લાયસન્સ

 

(11:44 pm IST)