Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

સુરતના સચિન સેઝમાં નીરવ મોદીની ડાયમંડ કંપની સીઝ થતા કામદારો બેરોજગાર બન્યા

કામદારોએ રસ્તા ઉપર ઉતરી કર્યો વિરોધ :કંપની ફરી ચાલુ કરવા ઉઠાવી માંગ

સુરતના સચિન સેઝમાં આવેલી નીરવ મોદીની ડાયમંડ કંપનીને સિઝ કરાતાં કેટલાય કામદારો બેરોજગાર થયા છે. કામદારોએ રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો છે. ફાયરસ્ટાર ડાયમંડ કંપનીના કામદારોએ ડાયમંડ કંપની ફરી ચાલુ કરવાની માંગ કરી છે. કામદારોની ફરિયાદ છે કે તેમના છેલ્લા બે મહિનાનો પગાર નથી મળ્યો. જો કંપની શરૂ નહીં કરવામાં.તો તેઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે ..

(10:53 pm IST)