Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

LRD અને PSI ભરતી પરીક્ષામાં ઉંચાઈ વિવાદ અંગે હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ ઇસ્યુ કરી

ઓક્ટો. 2021માં શારીરિક માપણીમાં ઉમેદવારોને ગેરલાયક ઠેરવ્યા: 2019ની ભરતીમાં આ ઉમેદવારો થયા હતા પાસ

અમદાવાદ :LRD અને PSI ભરતી પરીક્ષામાં ઉંચાઈ અંગેનો વિવાદ સામે આવ્યો છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને નોટીસ ઇશ્યુ કરી છે. અને રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા હાઇકોર્ટનો આદેશ કર્યો છે.

  હાઇકોર્ટે  આ મામલે જણાવ્યુ હતું કે ઉમેદવારોની શારીરિક માપણીમાં હાઈટ રિમેજરમેન્ટનો રિપોર્ટ રજુ કરવામાં આવે. તેમજ આ મામલે અરજદારે હાઇકોર્ટમાં રજુઆત કરી છે. તો આ તરફ રિક્રુટમેન્ટ બોર્ડે શારીરિક માપણીમાં ભૂલ થઇ હોવાનો અરજદારે દાવો કર્યો છે. અને ઓક્ટોબર 2021માં શારીરિક માપણીમાં ઉમેદવારોને ગેરલાયક ઠેરવવામાં આવ્યાં છે. જયારે વર્ષ-2019માં ભરતી સમયે આ ઉમેદવારોને શારીરિક માપણીમાં યોગ્ય ઠેરવ્યા હતાં. આથી ઉમેદવારોના ઊંચાઈ માપણીના બે વિરોધાભાસને પરિણામે ઉમેદવારોએ કોર્ટમાં અરજી કરી હતી.

  LRD-PSI શારીરિક પરીક્ષામાં ઊંચાઈને લઈ કેટલાય ઉમેદવારોને તકલીફો પડી રહી છે. વર્ષ 2019ની ભરતીમાં શારીરિક કસોટીના તમામ પાસાઓ એટલે કે દોડ, ઊંચાઈ, વજન, અને છાતીમાં પાસ થયેલા ઉમેદવારો આ ભરતીમાં ઊંચાઈ માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. કારણ કે શારીરિક કસોટીમાં ઉમેદવારની ઉંચાઈ 153 સે.મી. નોંધાઈ જ્યારે ઉમેદવારે પોતાની ઉંચાઈ 157 સે.મી હોવાનો દાવો કર્યો છે. ત્યારે 2 વર્ષ બાદ લેવાયેલી પરીક્ષામાં ઊંચાઈ 3થી 4 સેમી ઘટી છે. જેને લઇ 9 પુરુષ ઉમેદવાર અને 1 મહિલા ઉમેદવારે અરજી કરી છે. અને ઉમેદવારોએ ફરીથી ઊંચાઈ માપણી માટે માગ કરી હતી.જેથી હાઈકોર્ટમાં કરેલી અરજી બાદ હવે ઉમેદવાર હંસાબેન ચોરડા તેમજ મિતલ ચૌધરીએ ભરતી બોર્ડના ચેરમેનને ઊંચાઈના માપમાં વિસંગતતા હોવાની રજૂઆત કરી છે. પુનઃ માપ કરવા માટે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી છે.

(12:59 am IST)