Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે યુથ કોંગ્રેસનું અમદાવાદમાં પ્રદર્શન: કાર્યકરોની અટકાયત

એલિસબ્રિજ વિસ્તારમાં હલ્લાબોલ: પોલીસે કાર્યકર્તાઓના પગ પગડી પોલીસ વાનમાં બેસાડ્યા

અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં પેટ્રોલ-ડીઝલના સતત ભાવ વધારા સામે ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. પોલીસે પ્રદર્શન કરતા યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. પોલીસે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓના પગ પગડી પોલીસ વાનમાં બેસાડ્યા હતા.

યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પાર્થિવ રાજ કઠવાડિયાએ કહ્યુ કે, પેટ્રોલ-ડીઝલના ભાવ આકાશને આંબી રહ્યા છે અને સામાન્ય જનતા મોંઘવારીથી પરેશાન છે, તેમના વિરૂદ્ધ યુવા કોંગ્રેસ દ્વારા અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં હલ્લાબોલ કરવામાં આવ્યુ હતું. શહેરના એલિસબ્રિજ વિસ્તાર પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થતા પ્રદર્શન કરતા યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી

કોરોના મહામારી વચ્ચે મોંઘવારીએ પણ માઝા મુકી છે. અમદાવાદ સહિત દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 82.77 રૂપિયા લીટર થઇ ગયો છે જ્યારે ડીઝલ 81.53 રૂપિયા છે

(8:04 pm IST)
  • પંજાબના બે પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ : 50 હજાર મરઘીઓને મારી નાખવાનું અભિયાન આજ 22 જાન્યુઆરીથી શરૂ : પી.પી.ઈ.કીટ પહેરી જુદી જુદી ટીમો કામગીરી શરૂ કરી દેશે access_time 12:40 pm IST

  • નાંદોદ ના રીગણી પાસે હાઈવા ટ્રકે બાઈક સવાર GRD જવાનને અડફ્ટમાં લેતા ઘટના સ્થળે જ મોત access_time 12:58 am IST

  • દેશમાં કોરોના હાંફી ગયો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,692 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,25,420 થઇ :એક્ટિવ કેસ 1,86,558 થયા: વધુ 16,288 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,81,391 થયા :વધુ 147 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,053 થયા access_time 1:02 am IST