Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

ગાંધીનગરના સેક્ટર-8માં બિસ્માર રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવતા લોકોએ રાહતના શ્વાસ લીધા

. ગાંધીનગર:શહેરના સેક્ટર-૮માં માર્ગની પાસે આવેલી ગટરો છેલ્લા ઘણા સમયથી બિસ્માર બની જવાના કારણે ઢાંકણા તુટી જતાં નવા નાંખવાની કામગીરી શરૃ કરવામાં આવી હતી. ત્યારે અધુરી કામગીરીના કારણે ગટરો ખુલ્લી થઇ જવાથી માર્ગ ઉપરથી પસાર થતાં વાહનચાલકો તેમજ સ્થાનિક રહિશોને પણ અકસ્માતના ભયે અવર જવર કરવી પડે છે.

શહેરમાં મુખ્યમાર્ગોની આસપાસ આવેલી ગટરો બ્રાન્ચ કેનાલના ઢાંકણા સમયાંતરે દેખરેખ રાખવામાં નહીં આવતાં બિસ્માર બની જતાં હોય છે અને જોખમી પણ થતાં હોય છે. ત્યારે સેક્ટર-૮માં માર્ગની પાસે છેલ્લા ઘણા દિવસથી ખુલ્લી ગટરો અવર જવર કરતાં વાહનચાલકો તેમજ રાહદારીઓ માટે અકસ્માત નોતરી શકે તેમ છે. તંત્ર દ્વારા ગટરના નવા ઢાંકણા નાંખવાની કામગીરી શરૃ કરાયાં બાદ અધુરી મુકાતા ખુલ્લી થઇ ગયેલી ગટરો જોખમી બની રહી છે. મુખ્યમાર્ગની પાસે આવેલી ખુલ્લી ગટરો ખુબ ઉંડી હોવાથી રખડતાં ઢોરોને પણ અકસ્માતનો ભોગ બનવું પડી શકે તેમ છે. આમ તંત્ર દ્વારા અધુરી કામગીરીને સત્વરે પુર્ણ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે.

(5:58 pm IST)