Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

છોટા ઉદેપુર જિલ્લાના મીઠીબોર ગામના ખેતરમાં ગાંજાનું વાવેતર ઝડપાયુઃ રૂ.૧.૨૩ કરોડના લીલા ગાંજા સાથે ૨ ઝડપાયા

છોટા ઉદેપુર: જિલ્લામાં નાર્કોટિક્સ દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં જિલ્લાના મીઠીબોર ગામના ખેતરમાં રેડ પાડીને રૂપિયા 1.23 કરોડની કિંમતના લીલા ગાંજાના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ કરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, છોટા ઉદેપુર પોલીસ અને SOGની ટીમને બાતમી મળી હતી કે, મીઠીબોર ગામના ખેતરમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે. આથી પોલીસ અને SOGની ટીમે બાતમીના આધારે સંયુક્ત કાર્યવાહી કરીને ખેતરમાં રેડ પાડીને 1233.466 કિલો લીલો ગાંજો કબ્જે કર્યો હતો. આ સાથે જ શૈલેશ રાઠવા અને અલસિંગ રાઠવાની ધરપકડ કરી છે.

હાલ બોડેલી પોલીસે બન્ને આરોપીઓને ક્વોરન્ટાઈન કરીને તેમના કોવિડ ટેસ્ટ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

(4:48 pm IST)
  • પંજાબના બે પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ : 50 હજાર મરઘીઓને મારી નાખવાનું અભિયાન આજ 22 જાન્યુઆરીથી શરૂ : પી.પી.ઈ.કીટ પહેરી જુદી જુદી ટીમો કામગીરી શરૂ કરી દેશે access_time 12:40 pm IST

  • નાંદોદ ના રીગણી પાસે હાઈવા ટ્રકે બાઈક સવાર GRD જવાનને અડફ્ટમાં લેતા ઘટના સ્થળે જ મોત access_time 12:58 am IST

  • રામ મંદિર નિર્માણ માટે વિજયભાઈએ ૫ લાખ અને રામભાઈ મોકરિયાએ ૧૧ લાખ જાહેર કર્યા: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટ ખાતે શ્રેષ્ઠઈઓની બેઠકમાં અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે પાંચ લાખ રૂપિયાના દાનની જાહેરાત કરી છે, જ્યારે મારુતિ કુરિયર પ્રાઇવેટ લિમિટેડના શ્રી રામભાઈ મોકરિયાએ રામ મંદિર નિર્માણ માટે ૧૧ લાખ રૂપિયાની જાહેરાત કરી હતી. access_time 12:19 am IST