Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

સાણંદ ખાતે નવ નિયુક્ત પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાનો અભિવાદન સમારોહ યોજાયો

ભારતીય જનતા પાર્ટીને એવી મજબુત બનાવી દઇએ કે આગામી ૫૦ વર્ષ સુધી એક પણ બુથમાં કોગ્રેસને જીતવાની સંભાવનાઓ ન હોય : પ્રદિપસિંહ વાઘેલા

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : નવ નિયુક્ત ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાનો અભિવાદન સમારોહ સાણંદ ખાતે યોજાયો હતો. અમદાવાદ જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત અભિવાદન સમારોહમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા,  હર્ષદગીરી ગોસ્વામિ, ઋત્વિજભાઇ પટેલ, શંભુપ્રસાદ ટુંડીયા, ભરતભાઇ પંડ્યા, કનુભાઇ પટેલ, કુશળસિંહ પઢેરીયા, ડૉ.તેજશ્રીબેન પટેલ, નવદિપસિંહ ડોડીયા, મયુરભાઇ ડાભી,  સુરેશભાઇ પટેલ સહિત જીલ્લાના ચુંટાયેલા જનપ્રતિનીધીઓ, હોદ્દેદારો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રદિપસિંહ વાઘેલાને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, સતત પ્રવાસ, સતત સંપર્ક અને સતત પરિશ્રમ દ્રારા ભારતીય જનતા પાર્ટીનાં સંગઠનને નવી દિશા આપી લાખો કાર્યકર્તાનું વ્યકિત નિર્માણ દ્રારા સમાજ નિર્માણ અને સમાજ નિર્માણ દ્રારા રાષ્ટ્ર નિર્માણમાં સહયોગી જીવન બનાવનાર લાખો યુવાનોના પ્રેરણાસ્ત્રોત પ્રદીપસિંહ વાઘેલાને પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા મહામંત્રી તરીકે નિયુક્ત થવા બદલ અમદાવાદ જિલ્લા ભાજપ દ્વારા અભિવાદન સમારોહ યોજાયો હતો.
  અભિવાદન સમારોહમાં ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, દેશમાં ૨૦૧૪ પહેલા કોગ્રેસનું શાસન હતુ ત્યારે ભ્રષ્ટાચાર, આતંકવાદ, નક્સલવાદ આ બધા મુદ્દાઓથી ત્રાસેલી ભારતની જનતાને મુક્તિ આપાવવાનું કામ નરેન્દ્રભાઇ મોદીએ કર્યુ છે. અપણા અમદાવાદ જીલ્લામાં નગરપાલીકા, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયતની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટી જીતે તે માટે આપણે સૌ મળીને પુરૂષાર્થ કરીએ. હું જ્યારે અહિયા આવ્યો ત્યારે યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા ખભે બેસાડીને લોવવામાં આવ્યો. હું યુવા મોરચાનો પ્રમુખ હતો ત્યારે ગુજરાતનો એવો કોઇ તાલુકો નથી કે જ્યાં હું ૨૦ પહોચ્યો નથી. આપ સૌ પાસે એક અપેક્ષા રાખુ છું કે આપ એટલા બધા આશિર્વાદ આપો કે હું જીવનભર ભારતીય જનતા પાર્ટીનું કામ કરી શકૂ અને જીવનના અંતિમ શ્વાસ સુધી ભાજપનું કામ કરવાની ઇચ્છા છે સપનું છે. મારે બીજુ કાઇ જોતુ નથી. આપ સૌનો પ્રેમ મળે તેના શિવાય બીજુ જોઇએ પણ શુ? આપણા જીલ્લામાં ભારતીય જનતા પાર્ટી જ્યા પહોંચી છે ત્યાથી આપણે સાથે મળીને અમદાવાદ જીલ્લામાં ભારતીય જનતા પાર્ટીને એવી મજબુત બનાવી દઇએ કે આગામી ૫૦ વર્ષ સુધી એક પણ બુથમાં કોગ્રેસને જીતવાની સંભાવનાઓ ન હોય. ભાજપને મજબુત બનાવવા માટેનું અત્યારે સીધુ કામ એટલે પેજ સમિતી બનાવો અને પોતોના બુથમાં ભજપને મજબુત બનાવો.

(1:47 pm IST)
  • શેલ્ટર હોમમાં ૩ મહિલાની લાજ લૂંટવામાં આવી: છત્તીસગઢમાં બિલાસપુરના એક શેલ્ટર હોમમાં ત્રણ મહિલાઓના યોન શોષણ નો મામલો બહાર આવ્યો છે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે access_time 12:15 am IST

  • પંજાબના બે પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ : 50 હજાર મરઘીઓને મારી નાખવાનું અભિયાન આજ 22 જાન્યુઆરીથી શરૂ : પી.પી.ઈ.કીટ પહેરી જુદી જુદી ટીમો કામગીરી શરૂ કરી દેશે access_time 12:40 pm IST

  • દેશમાં કોરોના હાંફી ગયો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,692 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,25,420 થઇ :એક્ટિવ કેસ 1,86,558 થયા: વધુ 16,288 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,81,391 થયા :વધુ 147 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,053 થયા access_time 1:02 am IST