Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

ધોરણ ૧૨ની છાત્રા પર દુષ્કર્મ કરનારા શિક્ષકને આજીવન કેદ

વિદ્યાર્થિનીને ડોક્ટર બનાવવાની લાલચ આપીને દુષ્કર્મ : વડોદરામાં બે વર્ષ અગાઉ લપંટ શિક્ષક વિનુ કટારીયાની પાપલીલાનો પર્દાફાશ થતાં તેની સામે ફરિયાદ થઇ હતી

વડોદરા, તા. ૨૧ : વડોદરામાં દુષ્કર્મ કેસમાં લપંટ શિક્ષક વિનુ કટારીયા આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. લપંટ શિક્ષકે વડોદરામાં ધોરણ-૧૨ સાયન્સની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ૧૨ સાયન્સમાં ફેલ થયેલી વિદ્યાર્થિનીને પાસ કરાઈ દેવાની અને ડોક્ટર બનાવવાની લાલચ આપી લપંટ શિક્ષકે વિદ્યાર્થિનીને પોતાની જાળમાં ફસાવી હતી. બે વર્ષ અગાઉ શિક્ષકની પાપલીલાનો પર્દાફાશ થતાં તેની સામે ફરિયાદ નોંધાઈ હતી. ઉલ્લેખનીય છે કે જે-તે સમયે રાજ્ય સરકાર દ્વારા બાયોલોજીના પુસ્તક માટે વિનુ કટારીયાની મદદ લેવાઈ હતી.

ઉલ્લેખનીય છે કે, ૨ વર્ષ અગાઉ ધો.૧૨ સાયન્સની પરીક્ષામાં પેપર લીક કરાવી આપીને ડોકટર બનાવી આપીશ તેવા સ્વપ્નો બતાવીને ટયુશનમાં આવતી ધો.૧૨માં નાપાસ થયેલી ૧૬ વર્ષની ર્વિદ્યાથિની સાથે ચાર માસ સુધી દુષ્કર્મ ગુજારતા આવેલાં બાયોલોજીમાં ડોકટરેટ થયેલાં શહેરની એલમ્બીક સ્કુલના હવસખોર શિક્ષક ડો.વિનુ કાતરીયાની માંજલપુર પોલીસે ધરપકડ કરી હતી. માંજલપુર પોલીસ સ્ટેશનના લોકઅપમાં ધકેલાયેલો ટીચર ડો. વિનુ કાતરીયા પુરુષ નપુસંકતા ઉપર ડોકટરેટ થયેલો હાઈલી એજયુકેટેડ છે.

શિક્ષણ જગતને કલંક લગાડતી આ બનાવની વિગત એવી છે કે, કલાલી વિસ્તારમાં રહેતી મધ્યમ વર્ગની પીડિતા અટલાદરા સ્વામીનારાયણ હોસ્પિટલ સામે આવેલ જય ટયુશન ક્લાસમાં ધો.૧૨ સાયન્સના કોચીંગ માટે જતી હતી. અને ધો.૧૨ સાયન્સમાં નાપાસ થઈ હતી. રાજસ્થાની પરિવાર બપોરના સમયે ભોજન લઈ રહ્યુ હતુ ત્યારે ર્વિદ્યાથિનીના મોબાઈલ ફોન ઉપર મેસેજીસ ચેક કરતી હતી. પિતાને શંકા જતાં તેના હાથમાંથી ફોન ઝુંટવી લીધો હતો. ધોરણ...

જે નંબર ઉપરથી ૧૫ મેસેજ આવ્યા હતા. તે નંબર ડાયલ કરતાં સામેના છેડેથી રોંગ નંબર છે તેવુ કહીને ફોન મુકી દીધો હતો. ર્વિદ્યાથિનીના પિતાએ રિડાયલ કરીને ઠપકો આપ્યો કે તમારા નંબર ઉપરથી મારી દીકરીના મોબાઈલ પર મેસેજીસ આવેલા છે તો રોંગ નંબર કેવી રીતે હોય? આખરે તે વ્યકિતએ કહયુ કે હું વિનુ કટારીયા બોલુ છુ અને તમારી દિકરીને ટયુશન કલાસમાં હું ભણાવતો હતો. પિતાના મનમાં જે શંકા જન્મી હતી તેનો જવાબ હજુ મળ્યો નહતો. પુત્રીના ક્લાસમેટસને બોલાવીને પૂછતાં ટીચરની પાપલીલાનો ભાંડો ફૂટયો હતો.

છોકરીના મિત્રને ઘરે બોલાવીને પૂછતાછ કરતાં મા-બાપના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. પોતાની દીકરીને ખરાબ મેસેજ કરનાર તેનો ટીચર હોવાનુ જ બહાર આવ્યુ હતુ. એટલુ જ નહી આ ટીચરે દિકરી સાથે વારંવાર બળાત્કાર કર્યો હોવાનુ પણ છોકરીએ રડતાં રડતાં જણાવ્યુ હતુ. જય ટયુશન ક્લાસનો ટીચર વિનુ કાતરીયા આ પાપલીલા પોતાની દીકરી સાથે કરતો હોવાની પણ મા-બાપને જાણ થઈ હતી.

મા- બાપને પોતાની દિકરીની વધુ પુછપરછમાં જાણવા મળ્યુ હતુ કે ટયુશન કલાસ શરુ થવાના એક કલાક પહેલા ટીચર વિનુ કટારીયા ર્વિદ્યાથિનીને કલાસરુમમાં બોલાવી લેતો હતો અને બોર્ડની પરીક્ષામાં પેપર લીક કરાવી આપીશ અને તને ડોકટર બનાવીશ તેવા સ્વપ્ન બતાવીને પ્રેમ સબંધ બાંધવા માટે પ્રેશર કરતો હતો. પીડિતાએ એવો રહસ્યસ્ફોટ કર્યો હતો કે ઘરે ટયુશનનું બહાનું કઢાવીને અમદાવાદ અને પાદરાની હોટલમાં લઈ જઈને વિનુ સરે મારી સાથે ચાર વખત દુષ્કર્મ આચર્યુ હતુ.

આખી વાત જાણીને સમાજમાં આબરુ ના બગડે તે માટે પીડીતીના વાલીઓએ પોલીસમાં ફરીયાદ નહીં કરીને પુત્રીને રાજસ્થાન વતન મોકલી આપી હતી. આ પરિવાર આપઘાત કરવાનું વિચારી રહ્યુ હતુ પરંતુ કેટલાક સ્થાનિક સંગઠનો આ પરીવારની વહારે આવ્યા હતા અને કોઈ બીજી નિર્દોષ ર્વિદ્યાથિની આ હવસખોર ટીચરનો શિકાર ના બને અને સમાજમાં દાખલો બેસાડવા માટે પોલીસ ફરીયાદ કરવા પીડીતીના વાલીને સમજાવ્યા હતા. વાલી મક્કમ થતા હવસખોર શિક્ષક વિનુ કાતરીયાની સામે ફરીયાદ નોંધાવી હતી. માંજલપુર પોલીસે હવસખોર શિક્ષક વિનુ માંડણભાઈ કાતરીયા (રહે, સહજાનંદ સોસાયટી, કલાલી) વિરુધ્ધમાં માંજલપુર પોલીસે ઈ.પી.કો. ૩૭૬, ૩૨૩, ૫૦૬(૨) અને પોકસો એકટની વિવિધ કલમો મુજબ ગુનો નોંધ્યો હતો.

પીડિતાના સ્વજનો તરફથી એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ટીચરે પહેલો રેપ અટલાદરા સ્વામીનારાયણ હોસ્પીટલ પાસેના જય ટયુશન કલાસમાં જ કર્યો હતો. ધો.૧૨ સાયન્સમાં ટયુશન કલાસનો સમય બપોરે ૪ થી લઈને રાતે ૮ સુધીનો હતો. હવસખોર ટીચર પીડિતાને ટયુશન શરુ થવાના એક કલાક પહેલા કલાસરુમમાં બોલાવી લેતો હતો અને એકલતાનો લાભ લઈને પહેલી વખત કલાસરુમમાં જ દુષ્કૃત્ય આચર્યુ હતુ આ વખતે તેણે મોબાઈલ ફોનથી વિડિયો શુટિંગ પણ કર્યુ હતુ અને કોઈને કહીશ તો વિડિયો વાયરલ કરીને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી.

એલેમ્બિક સ્કૂલના આ લંપટ શિક્ષક વિનુ કાતરીયાએ આ અગાઉ પણ સ્કૂલમાં એક વિદ્યાર્થીનીની છેડતી કરવાની સાથે તેને અડપલાં કર્યા હતા. દરમિયાન તબીબ વાલીના આ પુત્રીએ તેના પિતાને શિક્ષકની હરકતો સંદર્ભે ફરીયાદ કરતાં વાલીએ સ્કૂલ મેનેજમેન્ટને આ અંગે લેખિત ફરીયાદ કરી હતી. વાલીની ફરીયાદને સ્કૂલ મેનેજમેન્ટે ગંભીરતાપૂર્વક લઈ તેને ખખડાવ્યો હતો. તેની સામે તે વેળાં પણ પગલાં લેવાયા હતા. અને મેનેજમેન્ટે તેને આ સંદર્ભે ચેતવણી પણ આપી સમગ્ર પ્રકરણ પર પડદો પાડી દીધો હતો.

બાયોલોજીના શિક્ષક વિનુ કાતરીયાએ અમદાવાદમાંથી બીએસસી કર્યા બાદ ઝૂલોજી વિષય પસંદ કરી એમએસસી કર્યું હતુ. ત્યારબાદ તેણે અમદાવાદની સેન્ટ ઝેવીયર્સ કોલેજમાંથી મેઈલ ઈન્ફર્ટીલીટી– પુરૂષની નપુંસકતા વિષય ઉપર એમફીલ કર્યા બાદ આ જ કોલેજમાંથી સેક્સને લગતાં આ જ વિષય ઉપર સંશોધન કરી પીએચડી પણ કર્યુ હોવાનું સ્થાનિક રહીશોએ જણાવ્યું હતુ.

બાયોલોજીના આ લંપટ શિક્ષકે વિદ્યાર્થીનીને પોતાની વગ વાપરી બાયોલોજીનુ પેપર લીક કરાવી દઈ તેના આધારે પાસ કરાવી દેવાની અને તેમ કરી તેને તબીબ બનાવી દેવાની લાલચ આપી હતી. વિદ્યાર્થીનીને તબીબ બનાવવાની લાલચ આપી તેની સાથે એક કરતાં વધુ વાર દુષ્કર્મ ગુજાર્યું હોવાનું વિસ્તારના રહીશોએ ઉમેર્યું હતુ.

કુટુંબના સૂત્રો તરફથી ટીચર સામે એવો પણ ગંભીર આરોપ મુકાઈ રહ્યો છે કે, ટીચર તેની કારમાં પીડિતાને અમદાવાદ લઈ ગયો હતો અમદાવાદની હોટલમાં ર્વિદ્યાથિની તાબે નહીં થતાં માથામાં કાચની બોટલ મારી હતી. આ વાત પીડિતાએ જ તેના કુટુંબના સભ્યોને કહી હોવાનું જાણવા મળે છે.

(8:55 pm IST)
  • પંજાબના બે પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ : 50 હજાર મરઘીઓને મારી નાખવાનું અભિયાન આજ 22 જાન્યુઆરીથી શરૂ : પી.પી.ઈ.કીટ પહેરી જુદી જુદી ટીમો કામગીરી શરૂ કરી દેશે access_time 12:40 pm IST

  • દેશમાં કોરોના હાંફી ગયો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,692 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,25,420 થઇ :એક્ટિવ કેસ 1,86,558 થયા: વધુ 16,288 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,81,391 થયા :વધુ 147 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,053 થયા access_time 1:02 am IST

  • પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટનું દુઃખદ અવસાન: ગાંધીનગર: મોરવા હડફના પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટનું લાંબી માંદગી બાદ દુઃખદ અવસાન થયું છે access_time 11:43 am IST