Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

વિશાલ ગોસ્વામીના ખંડણી રેકેટ : આલોક વર્માની સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી ધરપકડ

મહેસાણામાં થયેલી આંગડિયા લૂંટ કેસમાં આલોક વર્માં સાબરમતી જેલમાં બંધ હતો

 

અમદાવાદ : ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીના ખંડણી રેકેટમાં આલોક વર્મા નામના વધુ એક વ્યકિતની ધરપકડ કરાઇ છે.જેમાં આલોક વર્માની સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરાઇ છે

   મહેસાણામાં થયેલી આંગડિયા લૂંટ કેસમાં આલોક વર્માં સાબરમતી જેલમાં બંધ હતો.ખંડણી લેવા માટે અમદાવાદના સોનીને જે પીસ્ટલથી ધમકી આપી હતી તે પીસ્ટલની વ્યવસ્થા આલોક વર્માએ કરી હોવાનો ખુલાસો થયો છે

   આલોક વર્મા અગાઉ ઝડપાયેલા 4 આરોપીઓ પૈકી અનુરાગનો સંબંધી હોવાનો ખુલાસો થયો છે.હાલમાં આ સમગ્ર મામલે કુલ 8 લોકોની ધરપકડ કરાઇ છે.

(11:43 pm IST)