Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

અમદાવાદના શાહઆલમમાં પથ્થરમારો મામલે મુખ્ય આરોપી શહેજાદ ખાનના પાંચ કલાકના જમીન મંજુર

29મીએ કોર્પોરેશનની મિટિંગમાં હાજરી ન આપે તો સભ્યપદ નામંજૂર થઇ શકે તેવી રજૂઆત ગાહ્ય રાખતી કોર્ટ

અમદાવાદ : અમદાવાદના શાહઆલમમાં પથ્થરમારા મામલે મુખ્ય આરોપી શહેજાદ ખાનના પાંચ કલાકના જમીન મજુર થયા છે આગામી ૨૯મી જાન્યુઆરીએ કોર્પોરેશનની મિટિંગમાં હાજરી આપવા માટે કોર્ટે જામીન મંજુર કર્યા છે.

  શહેજાદ ખાન વતી કોર્ટમાં એવી રજુઆત કરાઈ હતી કે તે છેલ્લી બે વખતથી બોર્ડ મીટીંગમાં ગેરહાજર રહે છે અને જો આ વખતે પણ ગેરહાજર રહેશે તો તેનુ સંભ્ય પદ નામંજુર થઈ શકે છે. કોર્ટે તેની રજુઆતને ગ્રાહ્ય રાખતા જામીન મંજુર કર્યા છે, અને ૨૯મી જાન્યુઆરીએ કોર્પોરેશન ની મિટિંગમાં હાજરી આપવા માટે કોર્ટે 5 કલાકના જામીન મંજુર કર્યા છે.


અત્રે ઉલ્લખનીય છે કે અમદાવાદના શાહઆલમમાં પથ્થરમારો કરનારા ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે સર્ચ ઓપરેશન બાદ 2 મહિલા સહિત 45 આરોપીઓની ધરપકડ કરી હતી અને 5 હજારથી વધુના ટોળા સામે ફરિયાદ નોંધી હતી. જેમાં કાઉન્સિલર શહેઝાદ ખાન સહિતના તમામ આરોપીઓના 6 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા મેટ્રો કોર્ટમાં રજૂ કરાયા. પોલીસે વધુ રિમાન્ડ ન માંગતા તમામને જ્યુડીસિયલ કસ્ટડીમાં મોકલી અપાયા હતા.

 

(10:30 pm IST)