Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

એસ્સાર એક્સપ્લોરેશનનાં સ્ટ્રેટેજી હેડ કાલરા રહેશે

એસ્સાર ગ્લોબલ ફંડ લિમિટેડ દ્વારા મહત્વની જાહેરાત : ઇઇપીએલએમના સ્ટ્રેટેજિક ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ અને એની પેટાકંપનીઓની કામગીરી ઉપર નજર રાખશે

અમદાવાદ, તા.૨૨ : એસ્સાર ગ્લોબલ ફંડ લિમિટેડ (ઇજીએફએલ)એ આજે ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર અને હેડ-સ્ટ્રેટેજી તરીકે શ્રી પંકજ કાલરાની નિમણૂક કરવાની જાહેરાત કરી હતી. એસ્સાર એક્સપ્લોરેશન એન્ડ પ્રોડક્શન લિમિટેડ મોરેશિયસ (ઇઇપીએલએમ)એસ્સાર ગ્રૂપની ડાઉનસ્ટ્રીમ એનર્જી કંપની અને ઇજીએફએલના પોર્ટફોલિયોની મુખ્ય કંપની છે. શ્રી કાલરા ઇઇપીએલએમના સ્ટ્રેટેજિક ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ અને એની પેટાકંપનીઓની કામગીરી પર નજર રાખશે. આ મહત્ત્વપૂર્ણ લીડરશિપ રોલમાં તેઓ નાણાકીય કામગીરીમાં સંકળાયેલા રહેશે તથા નાણાકીય અને રોકાણનાં નિર્ણયોમાં શિસ્તબદ્ધતા લાવશે.                 તેમની કેટલીક કામગીરીમાં ઇઇપીએલએમની એમએન્ડએ (મર્જર એન્ડ એક્વિઝિશન) સ્ટ્રેટેજી, ફાઇનાન્સિયલ સ્ટ્રેટેજીનાં ક્ષેત્રો, પર્ફોર્મન્સ મેનેજમેન્ટ, મોટું અને જટિલ ધિરાણ, એમએન્ડ (ડાઇવેસ્ટમેન્ટ સહિત), રિસ્ક મેનેજમેન્ટ, રિર્પોટિંગ અને કન્ટ્રોલિંગ, રોકાણકાર સાથેના સંબંધો અને કરવેરા સાથે સંબંધિત બાબતો સામેલ હશે. ઉપરાંત તેઓ ઇઇપીએલએમ અને એની પેટાકંપનીઓના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સનું નેતૃત્વ કરશે.

              શ્રી કાલરા કામગીરીનો ૨૨ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે અને વિવિધ ક્ષેત્રોમાં કામગીરીનો ટ્રેક રેકોર્ડ પ્રદર્શિત કરી છે. તેમની કુશળતામાં એમએન્ડએમાં કુશળતા, ફંડ ઊભું કરવું (ઓનશોર અને ઓફશોર એમ બંને), એકાઉન્ટિંગ, ઇન્ટરનલ કન્ટ્રોલ્સ, ખરીદી અને ફાઇનાન્સિયલ મોડેલિંગ સામેલ છે. એસ્સારમાં જોડાયા અગાઉ તેઓ કેઇર્ન ઓઇલ એન્ડ ગેસમાં સીએફઓ હતા તથા રિલાયન્સ, એરસેલ, આઇડિયા, અમેરિકન ટાવર અને ઇવાય સાથે સંકળાયેલા હતા. શ્રી કાલરા રેન્ક હોલ્ડર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને કંપની સેક્રેટરી છે તેમજ એસઆરસીસીમાંથી કોમર્સમાં બેચલર્સની ડિગ્રી ધરાવે છે. ઇઇપીએલએમ પ્રાથમિક તબક્કાની ડેવલપર છે, જે મુખ્યત્વે ઓઇલ અને ગેસ સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એના આંતરરાષ્ટ્રીય પોર્ટફોલિયોમાં ૩.૪ બિલિયન બેરલ ઓફ ઓઇલ ઇક્વિવેલેન્ટ (બીબીઓઇ) અને ૧.૭ બીબીઓઇના પુનઃપ્રાપ્ત કરી શકાય એવા સંસાધન એકરેજ ધરાવે છે તેમજ ૧૫ ટીસીએફ ગેસ અને પુનઃપ્રાપ્ત કરી શકાય એવા ૫ ટીસીએફના સંસાધનના આધાર સાથે હાઇડ્રોકાર્બનનો અસાધારણ એકરેજ ધરાવે છે. અત્યાર સુધી ઇજીએફએલે ઇઇપીએલએમમાં ૧.૧ અબજ ડોલરનું રોકાણ કર્યું છે.

(9:52 pm IST)