Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

LRD પરીક્ષામાં અનામતને લઇને મામલો વધુ ગરમાયો

આંદોલનકારી મહિલાઓએ અન્નનો ત્યાગ કર્યો : અમદાવાદ, ગાંધીનગર, સુરત સહિત રાજયના જુદા જુદા સ્થળોએ રોજે રોજ વિરોધ કાર્યક્રમો સામે આવી રહ્યા છે

અમદાવાદ,તા. ૨૧ : ગાંધીનગર ખાતે એલઆરડી પરીક્ષામાં અનામત કેટેગરીની મહિલાઓએ અન્નત્યાગ કર્યો છે. ૪૪ દિવસના ઉપવાસ બાદ મહિલાઓએ હવે અન્નનો ત્યાગ કર્યો છે. સરકાર દ્વારા વિરોધને પગલે કોઈ નિરાકરણ ના લાવતાં મહિલાઓ રોષે ભરાઈ છે અને અન્નત્યાગ કરી વિરોધ યથાવત રાખ્યો છે  ત્યારે હવે સમગ્ર મામલે આંદોલન અને મામલો ગરમાયા છે. ખાસ કરીને અનામત કેટેગરીની મહિલાઓના સમર્થનમાં કોંગ્રેસ પણ ઉતરી આવી હોઇ અમદાવાદ, ગાંધીનગર, સુરત સહિત રાજયના જુદા જુદા સ્થળોએ રોજ નવા નવા વિરોધ કાર્યક્રમો સામે આવી રહ્યા છે, જેને લઇ સરકાર પર દબાણ વધી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ૧-૮-૧૮નો પરીપત્ર રદ્દ કરવા માટે મહિલાઓ વિરોધ કરી રહી છે. એલઆરડીની ભરતીને લઈને વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે બિન અનામત વર્ગની મહિલાઓને અન્યાયના મુદ્દે ગઇકાલે પણ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરીએ સુત્રોચ્ચાર કરી આવેદન પાઠવવામાં આવ્યું હતું.

                સરકારની અનામત જોગવાઈ હેઠળ તા.૧.૮.૨૦૧૮ ના પરિપત્રનો વિરોધ કરવા માટે સમગ્ર ગુજરાતના એસ.ટી.એસ.સી અને ઓબીસીની મહિલા ઉમેદવારો સરકારના નવા કરેલ પરિપત્રથી તેમને અન્યાય થયેલ છે અને તે સંદર્ભની માંગણીને લઈને તેઓ ઉપવાસ ધરણાં અને વિરોધ પ્રદર્શન જેવા કાર્યક્રમો કરી સરકારને આ પરિપત્ર રદ કરવા આંદોલન કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જે તે કર્મચારી ઓપન કેટેગરીમાં મેરીટ સાથે આવતા હોય તેમના મેરીટમાં પ્રથમ હોય છે.

           ત્યારબાદ એસ.ટી એસ.સી અને ઓબીસીને આરક્ષણનો લાભ આપવો જોઇએ તેવી સ્પષ્ટ સૂચના છે તેમ છતાં અત્યારની એલઆરડીની ભરતીમાં એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે, આરક્ષણ કેટેગરીમાં આવતી મહિલાઓથી ઓપન કેટેગરીમાં આવતી મહિલાઓના માર્ક્સ ઓછા હોવા છતાં પણ ભરતીની પસંદગી યાદીમાં સમાવેશ થાય છે. જે બાબતે સંવિધાનની દ્રષ્ટિએ યોગ્ય નથી. જેમાં દેશની બંધારણીય જોગવાઈ આર્ટીકલ્સ ૧૬(૪) નો ભંગ થાય છે. બંધારણીય અધિકારોનું રક્ષણ કરવા નારાજ ઉમેદવારો તરફથી તેમના આ માંગણી સરકારમાં પહોંચાડી તાત્કાલિક પરિપત્ર રદ કરી એસ.સી.એસ.ટી અને ઓબીસીની મહિલાઓને ન્યાય મળે તેવી કાર્યવાહીની માંગ કરતું આવેદનપત્ર ઠેર-ઠેર જિલ્લા-તાલુકા મથકોએ સંબંધિત સત્તાવાળાઓને સુપ્રત કરવામાં આવ્યું હતું. 

(8:41 pm IST)
  • તાપમાન ઉચકાતા ઠંડીનું પ્રમાણ ઘટ્યું : ઠંડા પવને પોરો ખાતા આંશિક રાહત :નલિયા ૮.૮ ડિગ્રા સાથે રાજ્યમાં મોખરે:ઠંડીનો હજુ એક રાઉન્ડ આવવાની શક્યતા access_time 9:41 pm IST

  • સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના રાજીનામાના ઘેરા પડઘા : સાવલી શહેર પ્રમુખે પણ રાજીનામુ ફગાવ્યું : લોકોના કામ માટે ધારાસભ્યે રાજીનામુ આપવા નિર્ણંય લીધો છે ત્યારે તાલુકા ભાજપ પ્રમુખ મહિપતસિંહ રાણાએ પણ પાર્ટી છોડી : સાવલી શહેર સંગઠનમાં તમામ હોદ્દેદારોના પણ રાજીનામાં પડશે તેવો વર્તારો આપ્યો: કાલે નગરપાલિકાના સભ્યો પણ રાજીનામાં આપશે access_time 7:28 pm IST

  • નાગરિકતા સંશોધન એક્ટની સુનાવણી પહેલા મધરાત્રે સુપ્રીમકોર્ટ બહાર મહિલાઓના ધરણા : મોડીરાત્રે કડકડતી ઠંડીમાં સુપ્રીમકોર્ટ બહાર મહિલાઓ હાથમાં બેનર અને પોસ્ટર પકડીને ધરણા પર બેઠા : નાગરિકતા સંશોધન કાયદાનું વિરોધ પ્રદર્શન સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યું access_time 1:08 am IST