Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

ડેડીયાપાડા તાલુકાના રોહદા ગામના રહેણાંક મકાનમાંથી ૩૬ હજારનો વિદેશી દારૂ ઝડપાયો

ચંપક વસાવા ઘરે હાજર ન હોય પોલીસે શોધખોળ આદરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લા ના ડેડીયાપાડા તાલુકાના રોહદા ગામના રહેણાંક મકાન માંથી ૩૬ હજારનો વિદેશી દારૂ પોલીસે રેડ દરમિયાન ઝડપી પાડ્યો હતો.

   પ્રાપ્ત માહિતી અનુસાર ડેડીયાપાડા તાલુકાના રોહદા ગામના ચંપકભાઇ રામજીભાઇ વસાવા પોતાના રહેણાંક ઘરમાં વિદેશી દારૂ રાખતા હોવાની બાતમીના આધારે ડેડીયાપાડા પોલીસે રેડ કરતા તેના મકાન માંથી કાચના કવાટરીયા નંગ-૨૮૮ કિ.રૂ.૨૮, ૮૦૦ તથા ટીન બીયર નંગ-૭૨ કિ.રૂ.૭૫૦૦ મળી કુલ કિ.રૂ.૩૬,૦૦૦ નો દારૂનો મુદામાલ રાખ્યો હોય તે પોલીસે ઝડપી લીધો હતો પરંતુ પોલીસ રેઇડ દરમ્યાન આરોપી ચંપક વસાવા ઘરે હાજર ન હોય તેની શોધખોળ આદરી છે.

(8:15 pm IST)
  • કોંગ્રેસ ધુરંધરોના નામ જાહેર : દિલ્હી ચૂંટણી માટે કોંગ્રેસે પ્રચાર માટે સોનિયા ગાંધી, મનમોહનસિંહ, કેપ્ટન અમરીન્દરસિંઘ, શશી થરૂર, નવજોતસિંહ સિદ્ધુ, શત્રુઘ્નસિંહા સહિતના નામોનું લીસ્ટ જાહેર કર્યુ છે access_time 1:00 pm IST

  • મુંબઈ નજીક પાલઘરમાં સતત ભૂકંપના આંચકા : આજે 1-30 વાગ્યે ફરી એકવાર 2,5નો ભૂકંપ આવ્યો : પાલઘરમાં 10 કી,મી,ની ઊંડાઇએ કેન્દ્રબિંદુ access_time 11:21 pm IST

  • યુ.એસ.માં 'નોવેલ કોરોના' વાયરસનો પ્રથમ કિસ્સો બહાર આવ્યો access_time 12:58 pm IST