Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

દારૂની લતે ચઢેલા પુત્રને માતાએ ઠપકો આપતા ઝેરી દવા પી આપઘાત કર્યો

નાંદોદના લાછરસ ગામમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા ના લાછરસ ગામના દારૂના રવાડે ચઢેલા પુત્રને માતાએ ઠપકો આપતા તેણે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.

  પ્રાપ્ત માહિતી અનુસાર લાછરસ ગામના હનુમાન ફળીયા,નવી નગરી ખાતે રહેતા સંજયભાઈ મંગાભાઈ તડવી (ઉવ ૩૫)પોતાના ઘરે કાયમ દારૂ પીને આવતો હોય તેથી તેની માતા એ જણાવ્યું કે તુ કાયમ કેમ દારુ પીએ છે તારા નાના છોકરા છે તેની સામે તો જો, દારૂ પીવાનુ બંધ કર તેમ કહેતા સંજયને મનમાં લાગી આવતા જાતે ઝેરી દવા પી જતા સારવાર માટે રાજપીપળા સીવીલ હોસ્પિટલ લઇ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હોય આ બાબતે પોલીસે પોલીસે અ.મોત દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(8:14 pm IST)