Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

કડી તાલુકાના રંગપુરડા ગામે યુવકે સગીરાને અજાણી જગ્યાએ લઇ જઈ દુષ્કર્મ આચર્યું: જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ

કડી:તાલુકાના રંગપુરડા ગામના યુવકે આ પંથકની સગીરા જાનથી મારી નાંખવાની ધમકી આપી પોતાના મોટરસાયકલ પર બેસાડીને કાસ્વા તરફ જતા માર્ગે નાની કેનાલ નજીકની અવાવરૃ જગ્યાએ લઇ જઇ તેની મરજી વિરૃધ્ધ બળજબરીપૂર્વક  બળાત્કાર ગુજાર્યો હતો. ભયભીત બનેલી સગીરાએ સમગ્ર ઘટના અંગે પોતાના માતાપિતાને જાણ કરતાં આખરે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તેના આધારે પોલીસે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સગીરા સાથે બળજબરી કરીને તેની મરજી વિરૃધ્ધ દુષ્કર્મ આચયું હતું. અને કોઇને જાણ કરીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી ભોગ બનેલ સગીરાને પરત નાનીકડી રોડ પર મુકી દઇને નાસી છુટયો હતો. સમગ્ર ઘટનાથી ભયભીત બનેલી સગીરાએ છેવટે પોતાના માતાપિતાને વાકેફ કરતાં તેઓ ચૌકી ઉઠયા હતા. આ અંગે કડી પોલીસ મથકે નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે રંગપુરડાના પ્રવિણ સેનમા વિરૃધ્ધ ગુનો દાખલ કરીને તપાસ આરંભી છે.

(5:21 pm IST)