Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

વિસનગરમાં એક અઠવાડિયામાં બીજી વખત બે મકાનના તાળા તૂટ્યા: 13 તોલા દાગીના સહીત રોકડની ઉઠાંતરીથી ચકચાર

વિસનગર:વિસનગમાં એક જ અઠવાડિયામાં બીજી વખત બે મકાનના તાળા તુટતા શિયાળાની રાત્રે ઠંડીમાં ચોકી પહેરો કરવાની ફરજ પડી છે. શહેરના શેરડીનગર અને સાંઈ બંગ્લોઝમાં બે મકાનના તાળા તોડી ૧૩ તોલા સોનાના દાગીના,ચાંદીના દાગીના તથા રોકડની ચોરી થવા પામી હતી. રૃા. ૧,૯૮,૦૦૦ની ચોરીનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.

વિસનગરમાં શેરડીનગર સાંઈ બંગ્લોઝમાં રહેતા અને ખેરાલુ મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મયુરભાઈ જશવંતલાલ જોષી બે મજલાના મકાનમાં નીચેના ભાગે મકાનને તાળું મારી ઉપરના બેડરૃમમાં સુવા માટે ગયા હતા. વહેલી સવારે મયુરભાઈ જોષી અને તેમના પત્ની નીચે આવતા બેડરૃમનું કબાટ તુટેલી હાલતમાં હતું અને વેરણછેરણ પડયું હતું. રસોડાના ભાગનો દરવાજો તોડી ચોરોએ પ્રવેશ કરી ચોરી કરી હોવાનું માલુમ પડયું હતું. શિક્ષકના મકાનમાંથી દોઢ તોલા સોનાની ચેનસવા તોલાની સોનાની બુટ્ટીપાંચ ગ્રામની સોનાની વીંટીચાર ગ્રામનું સોનાનું પેંડલચાંદીની શેરોચાંદીનો દોરો તથા ૧૦ ચાંદીના સિક્કા મળી કુલ રૃા. ૪૦,૦૦૦ની ચોરી થઈ હતી.

(5:20 pm IST)