Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં પ્રાથમિક શાળા પાસે પાર્ક કરેલ 3 કારના કાચ તોડી તસ્કરોએ 8.38 લાખની મતા તફડાવી

આણંદ:જિલ્લાના પેટલાદ તાલુકાના પાડગોલ ગામે પ્રાથમિક શાળા નજીક પાર્ક કરેલ ત્રણ જેટલી કારના કાચ તોડી અંદરથી રૂા.૮.૩૮ લાખ ઉપરાંતની મત્તા ભરેલ ત્રણ જેટલી બેગો તથા પર્સની ચોરી કરી અજાણ્યા તસ્કરો ફરાર થઈ જતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે મહેળાવ પોલીસે અજાણ્યા શખ્શો સામે ચોરીનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ આણંદ જિલ્લાના મેઘવા(ગાના) ખાતે રહેતા ઈશીલકુમાર ભુપેન્દ્રભાઈ પટેલના પેટલાદ તાલુકાના પાડગોલ ગામે લગ્ન લેવાયા હતા. જેથી લગ્ન પ્રસંગેને લઈને તેઓ પોતાના પરિવાર સાથે પોતાની કાર લઈ પ્રથમ રઢુ ગામે ગયા બાદ ત્યાંથી ગત તા.૧૮મીના રોજ સાંજના સુમારે પાડગોલ ગામે ગયા હતા. જ્યાં નડિયાદ-પેટલાદ રોડ ઉપર આવેલ પ્રાથમિક શાળા ખાતે ઉતારો આપવામાં આવ્યો હોય તેઓએ પોતાની કાર પ્રાથમિક શાળા નજીક પાર્ક કરી હતી. દરમ્યાન કોઈ અજાણ્યા તસ્કરોએ તેઓની કારને નિશાન બનાવી કારના કાચ તોડી અંદરથી બેગો તથા લેડીઝ પર્સમાં મુકેલ રૂા.૫.૨૪ લાખના સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ઉઠાંતરી કરી હતી. 

(5:14 pm IST)