Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

વડોદરાના વારસીયામાં દારૂના પાઉચ લઈને ઉભેલ આરોપીને પીસીબી પોલીસે ઝડપી દારૂનો જથ્થો જપ્ત કર્યો

વડોદરા: શહેરના વારસીયા કુંભારવાડાના નાકે વિદેશ દારૃના પાઉચ લઇને ઉભેલા આરોપીને પીસીબી પોલીસે ઝડપી પાડી દારૃના ૨૫૫ પાઉચ કબ્જે લીધા છે.

 પીસીબી પોલીસને બાતમી મળી હતી કે, વારસીયા કુંભારવાડાના નાકે સાંઇબાબાના મંદિર પાસે એક શખ્સ પાનમસાલાના થેલામાં વિદેશી દારૃના પાઉચ લઇને ઉભો છે. જેથી પીઆઇ એન.વી. ભગોરાની સૂચના મુજબ સ્ટાફના જવાનોએ ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા થેલામાં દારૃના પાઉચ લઇને ઉભેલો રસિક ભાનુભાઇ રાજપૂત (રહે. કુુંભારવાડા ફતેપુરા) ને ઝડપી લીધો હતો. 

(5:13 pm IST)