Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

વડોદરાના સબરજીસ્ટાર કચેરીમાંથી દસ્તાવેજની નકલો મેળવી છેડછાડ કરી ખોટી રીતે નામ ચડાવનાર પિતા-પુત્ર વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: શહેરમાં સબરજીસ્ટાર કચેરીમાંથી વરણામાં ગામની મિલકતનાં વેચાણ દસ્તાવેજની નકલો મેળવી તેમાં છેડછાડ કરી અકોટાની મિલકત દર્શાવી અકોટાની મિલકતમાં પ્રોપર્ટીકાર્ડમાં નોંધ પડાવી લેનાર પિતા-પુત્ર તથા રેવન્યૂની કામગીરીમાં નિષ્કાળજી રાખનાર સબરજિસ્ટાર અને શિરસ્તેદાર સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની વિગત એવી છે કે, ગત તા.૨૧-૨-૧૮ ના રોજ સંજયસિંહ બચુસિંહ પરમારે (રહે. આમ્રવીલા સોસાયટી સત્યમ પાર્ટીપ્લોટની સામે ન્યૂ કારેલીબાગ) કુબેરભુવન સબરજીસ્ટાર વિભાગ-૧ ની કચેરીમાં આવી દસ્તાવેજ નંબર ૪૪૮૮ય૮૧ ની નકલોની માંગણી કરી હતી. જે તે સમયના સબરજીસ્ટાર યોગેશ મહેન્દ્રભાઇ જોશીએ નિયમ મુજબ તે જ દિવસે દસ્તાવેજની નકલ આપી હતી. ત્યારબાદ સંજય અને તેના પિતા બચુએ દસ્તાવેજની નકલમાં છેડછાડ કરી હતી આ દસ્તાવેજ વરણામા ગામની મિલકતનો હતો પરંતુ તેના કાગળ બદલી અકોટાની મિલકતના કાગળો જોડી દીધા હતાં. અને આ બનાવટી દસ્તાવેજની નકલ રજૂ કરી ઇન્ડેક્ષની નકલ મેળવી હતી.

(5:13 pm IST)