Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

અમદાવાદમાં સેવા ચાકરીના બહાને દીકરી જમાઈએ વૃદ્ધ માતા પાસેથી 91 લાખ પડાવી લેતા અરેરાટી મચી જવા પામી

અમદાવાદ: શહેરમાં મમતા મરી પરવારી  હોવાનો ચોંકાવનો  કિસ્સો વાસણામાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં  વૃધ્ધ માતાની સેવા ચાકરીના બહાને સગી દિકરી અને  જમાઇએ મકાન વેચાણ તથા મૃતક પુત્રના એક્સિડેન્ટ વીમાના મળી કુલ રૃા. ૯૧ લાખ પડાવી લીધા હતા એટલું જ નહી માતાએ રૃપિયાની માંગણી કરતાં શેના પૈસા અને કેવુ મકાન તેમ કહીને માતાને તેગડી મૂકી હતી. આ બનાવ અંગે વાસણા પોલીસે વડોદરામાં રહેતી દિકરી અને જમાઇ સામે છેતરપીડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કેનેડાથી પરત આવીને બેન્કમાં તપાસ કરાવતાં દિકરી જમાઇએ બેન્કમાંથી ૬૦ લાખ ઉપાડી લીધા હતા. એટલું જ નહી દિકરીના એક્સિડેન્ટ વીમાના આવેલા વ્યાજ સાથેના રૃા. ૨૨ લાખ તે પણ પડાવી લીધા હતા અને એફડી સહીત કુલ રૃા.૯૧,૫૦,૦૦૦  નહી આપીને માતા સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હતી.  આ  બનાવ અંગે વાસણા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:12 pm IST)