Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

કોકાકોલાની ૭ લાખ બોટલો સીઝ કરી !

તોલમાપ ખાતાએ તલાશી લીધીઃ ડેટ કોડીંગ અને બેચ નંબર સ્પષ્ટ વંચાતા ન હતા

નડિયાદ : ખેડાના ગોબલજ ખાતે આવેલ કોકાકોલા કંપનીમાં ગતરોજ તોલમાપ વિભાગે દરોડો પાડવામાં આવ્યો હતો.આ દરોડમાં આશરે ૭.૬૧ લાખની બોટલો સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું અમદાવાદના અખબારમાં પ્રસિધ્ધ થયું છે.

ખેડાના ગોબલજ પાસે ગતરોજ ગાંધીનગર નિયત્રંક અને ફલાઇંગ સ્કોર્ડે કંપનીમાં દરોડો પાડયો હતો.આ અંગે કંપનીના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યુ હતુ કે જે માલ ગતરોજ સીઝ કરવામાં આવ્યો છે. તે માલ મુંબઇના વાડામાંથી બનીને આવ્યો હતો. મુંબઇથી આવેલ માલમાં ડેટ કોડીંગ અને બેંચ નંબર સ્પષ્ટ જોઇ શકાતુ ન હતુ. આ કામ જે તે સમયે પ્લાન્ટમાંથી ઇન્ચ કોડર અને લેસર કોડર દ્વારા કરવામાં આવતુ હોય છે.

આ માલનો જથ્થો મુંબઇથી બનીને ખેડાના ગોબલજ ખાતે આવ્યો હોવાનુ જણાવ્યુ હતુ, અને અહીથી જુદા જુદા વિસ્તારમાં વેચાણ અર્થે આ માલ મોકવાનો હતો.સીઝ કરાયેલ જથ્થામાં ડેટ કોડીંગ અને બેંચ કોડીંગ સ્પષ્ટ જોઇ શકાતુ ન હોવાથી આ જથ્થો સીઝ કરવામાં આવ્યો હોવાનુ જણાવ્યુ હતુ.ખેડા ના ગોબલજ ખાતે આવેલ કોકા કોલા બ્રાન્ડની મીનટ મેડ ઓરેન્જ જયુસની એમ.આર.પી વિના વેચાતી ૭.૬૧ લાખની કિંમતની ૨૧,૭૪૪ બોટલોનો જથ્થો તોલમાપ વિભાગ દ્વારા સીઝ કરવામાં આવ્યો હતો.

(3:52 pm IST)