Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

એલઆઇસીની એનપીએ અધધધ ૩૦ હજાર કરોડે પહોંચી

અમદાવાદ : ભારતીય જીવન વીમા નિગમની સપ્ટેમ્બર ૨૦૧૯ સુધીની કુલ શુદ્ઘ NPA રૂ.૩૦,૦૦૦ કરોડ નોંધાઈ છે. એક રિપોર્ટ અનુસાર FY20ના પ્રથમ અર્ધવાર્ષિકમાં LICના કુલ NPA ૬.૧ ટકા હતી જે હવે છેલ્લાં પાંચ વર્ષમાં વધીને બમણી થઇ ગઈ છે. આમ વધતી જતી NPA સાથે જ LIC તેના જેટલી NPA ધરાવતી બેંકો જેવી કે યસ બેન્ક, એકિસસ બેન્ક અને ICICI બેન્કની હરોળમાં આવી ગઈ છે. આ ત્રણેય બેંકોની કુલ NPA અનુક્રમે ૭.૩૯ ટકા,૫.૦૩ ટકા અને ૬.૩૭ ટકા છે. સામાન્ય રીતે LIC ની NPA ૧.૫થી ૨ ટકાની વચ્ચે રહેતી હોવાનું વ્યાપાર સમાચાર નોંધે છે.આ રિપોર્ટ અનુસાર બેંકો અને LICના NPA વધવાનું મુખ્ય કારણ એક સમાન જ છે. કોર્પોરેટ લોન ડિફોલ્ટને કારણે જીવન વીમા નિગમની NPA માં  ઉત્ત્।રોત્ત્।ર વધારો થઇ રહ્યો છે. LIC ના મુખ્ય ડિફોલ્ટર્સની યાદીમાં સામેલ મોટા નામોમાં ઈન્ફ્રાસ્ટ્રકચર લીજિંગ & ફાઇનાન્સિયલ સર્વિસ, એસ્સાર પોર્ટ, વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝ, ભૂષણ પાવર, ડેક્કન ક્રોનિકલ, યુનિટેક સહીતની અન્ય કંપનીઓનો સમાવેશ થાય છે.

સરકારની માલિકીનાં જીવન વીમા નિગમની કુલ સંપત્ત્િ। રૂ.૩૬ લાખ કરોડથી વધુ છે. LIC કોર્પોરેટ્સને બે માધ્યમો ટર્મ લોન અને નોન કન્વર્ટિબલ ડિબેંચર્સ દ્વારા ઉધાર આપે છે. રિપોર્ટ અનુસાર એલઆઈસી પાસે આ પ્રકારની દ્યણી કંપનીઓમાં દ્વારા ટર્મ લોન અને એનસીડી એમ બંને પ્રકારના એકસપોઝર છે. ડિફોલ્ટના અમુક મામલાઓમાં LIC ને કંઈ ખાસ મળવાની આશા નથી જેથી તે અગાઉથી જ પોતાની બુકમાં જોગવાઈ કરી ચુકી છે. આ ડિફોલ્ટ મામલાઓમાં ૯૦ ટકાથી વધુ જોગવાઈ છે. આ ઉપરાંત અમુક નાદારી મામલા છે જયાં પ્રાપ્ત નહીં થયેલ રકમ લખવામાં આવશે કેમ કે પુનઃરચના માટે હેરકટની જરૂરિયાત ઉભી થઇ શકે છે. ભારતીય જીવન વીમા નિગમનાં એનપીએનો મોટો ભાગ પરંપરાગત વ્યવસાયમાં છે. ડિફોલ્ટ હેઠળ બાકી લોનની બુક વેલ્યુ આશરે ૨૫,૦૦૦ કરોડ રૂપિયા છે. આ બાદ પેંશન બિઝનેસ ૫૦૦૦ કરોડ અને યુનિટ લિંકડ ઇન્શ્યોરન્સ પ્લાનમાં ૫૦૦ કરોડ અટવાયેલા છે.

(3:51 pm IST)