Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

રાજ્ય સહકારી બેંકમાં પુનરાવર્તનઃ ફરી અજય પટેલ અને શંકર ચૌધરી સુકાની

રાજકોટઃ. ગુજરાતની સહકારી ક્ષેત્રની સૌથી મોટી રાજ્ય સહકારી બેન્કના સુકાનીઓની આજે બપોરે ચૂંટણી યોજાતા બીનહરીફ પુનરાવર્તન થયુ છે. બેન્કના વર્તમાન ચેરમેન શ્રી અજય પટેલ (મો. ૯૨૨૭૨ ૪૯૦૦૯) અને વાઈસ ચેરમેન શ્રી શંકર ચૌધરી (મો. ૯૮૨૫૩ ૧૩૧૯૯) એ ઉમેદવારી કરેલ. અન્ય કોઈએ આ પદ માટે ઉમેદવારી ન કરતા ફરી બન્ને સુકાનીઓ તેમના વર્તમાન સ્થાન પર વધુ અઢી વર્ષ માટે બીનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. બન્નેને દિલીપ સંઘાણી સહિતના બોર્ડના સભ્યોએ અભિનંદન આપ્યા હતા.

(3:51 pm IST)