Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

વડોદરામાં ટ્રસ્ટની હોસ્પિટલમાં ડાયાબીટીસીસના દર્દીઓમાં હેપાટાઇટીસ સીના વાયરસ દેખાયા

ગાંધીનગર હેલ્થ વિભાગની ટીમ દ્વારા તપાસઃ રાજય સરકારને રીપોર્ટ અપાશે

વડોદરાઃ શહેરના હરણી વારસીયા, રીંગરોડ સ્થિત ટ્રસ્ટ સંચાલીત પ્રેમદાસ જલારામ હોસ્પિટલમાં મુખ્યમંત્રી અમૃતમ મા યોજનાથી ઉપચાર કરાવતા ઘણા દર્દીઓને હેપીટાઇટીસ સી વાયરસની પુષ્ટી થતા  ગાંધીનગરથી સ્વાસ્થ્ય વિભાગની ટીમ દ્વારા ચેકીંગ કરવામાં આવેલ.

આ હોસ્પિટલમાં મા કાર્ડ યોજના અંતર્ગત લગભગ ૧૦૦ જેટલા દર્દીઓ ડાયાલીસીસ કરાવે છે. જેમાંથી કેટલાકને હેપેટાઇટીસ સીનો ચેપ લાગ્યાનું માલુમ પડતા તપાસ હાથ કરાયેલ. એક અઠવાડીયા પહેલા પણ ટીમ દ્વારા  ચેકીંગ કરી મા અમૃતમ કાર્ડ દ્વારા ડાયાલીસીસ ન કરાવવા સુચના આપેલ. ત્યારબાદ ગઇકાલે ગાંધીનગરની હેલ્થ વિભાગની ટીમ દ્વારા ફરી તપાસ કરાઇ હતી. જેમાં સ્થાનીય મેડીકલ કોલેજના પ્રોફેસરો તથા ડોકટરો પણ જોડાયેલ.

ગાંધીનગર સ્વાસ્થ્ય વિભાગના અધિકારી ડો. રાજેશ પટેલના જણાવ્યા મુજબ કેટલાક દર્દીઓમાં હેપેટાઇટીસ સીના વાયરસ જોવા મળ્યા છે. હોસ્પીટલમાં પાંચ અધિકારીઓની ટીમ તપાસ માટે ગયેલ. તપાસના આધારે રીપોર્ટ તૈયારી કરી રાજય સરકારને આપવામાં આવશે.

(3:37 pm IST)