Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

આઈટીઆઈ લિ.નો એફ.પી.ઓ. ૨૪મીએ ખુલશેઃ ૨૮મીએ થશે બંધ

અમદાવાદઃ આઈટીઆઈ લિમિટેડે સોમવારે તેની ફર્ધર પબ્લિક ઓફરિંગ (ઓફપીઓ) રજૂ કરવાની સોમવારે જાહેરાત કરી હતી. ઈશ્યૂ ૨૪ જાન્યુઆરી શુક્રવારે ખૂલશે અને ૨૮ જાન્યુઆરી મંગળવારના રોજ બંધ થશે. આઈટીઆઈ લિમિટેડની તાકાત વિવિધ ક્ષેત્રોમાં તેની જુદી જુદી પ્રોડકટસ અને આપવામાં આવતી સેવાઓ જાહેર ક્ષેત્રનાં પ્રોડકટસ અને આપવામાં આવતી સેવાઓ જાહેરક્ષેત્રના સાહસો સંરક્ષણ મંત્રાલય અને ભારત સરકાર અને અન્ય એજન્સીઓ સાથે સ્થાપિત સારા સંબંધો ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ના રોજની સ્થિતિએ રૂ.૧૧૦,૫૧૧.૨૧ મિલિયનની મજબૂત ઓર્ડર બુક છે. જેમાં વિવિધ સરકારી પ્રોજેકટસ જેવા કે ASCON, ભારત નેટ સ્પેકટ્રમ માટે નેટવર્ક, સ્માર્ટ માટે નેટવર્ક, સ્માર્ટ એનર્જી મીટીર્સ, સ્પેસ પ્રોગ્રામ્સ અને ઈ- ગવર્નન્સ પ્રોજેકટસનો સમાવેશ થાય છે.

ઈશ્યુનો હેતુ ચોખ્ખી નાણાકીય ઉપજનો ઉપયોગ નાણાકીય વર્ષ ૨૦૨૦માં તેની કાર્યકારી મૂડીની આવશ્યકતાઓને નાણા પુરા પાડવાનો અને રૂ.૬,૦૭૨.૯૧ મિલિયનનો કંપની દ્વારા લેવામાં આવેલી લોન્સને સંપૂર્ણ અથવા આશિંક રીતે ભરભાઈ કરવાની છે. આગળ જતા આઈટીઆઈ તેની પ્રોડકટસ અને સેવાઓને વૈવિધ્યયુકત બનાવવા ભારત સરકાર અને વિવિધ જાહેર ક્ષેત્રનાં એકમો સાથેના તેના સંબંધોનો ઉપયોગ કરવા તેના ઈન્ફ્રાસ્ટ્રકચર અને ટેકનોલોજીને આધુનિક બનાવવા તેમજ સરકારનાં મેક ઈન ઈન્ડિયા અને ડિજિટલ ઈન્ડિયાનાં ઉત્તેજનને ટેકો આપવા માટે નવીન તકનીક અગ્રણીઓ અને સ્ટાર્ટઅપ્સ સાથે જોડાવા વિચારે છે.

(3:37 pm IST)