Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

આરટીઈ પ્રવેશ માટે શિક્ષણ વિભાગ દ્વારા તૈયારીઓ શરૃઃ ધો.૧ની બેઠકોની સંખ્યા લેવાશેઃ ખાનગી શાળાઓને સરનામા- ફોન નંબર અપડેટ કરવા આદેશ

સુરતઃ આટીઈ હેઠળ ૨૦૨૦-૨૧માં પ્રવેશ માટે શિક્ષણ વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. પ્રવેશ પ્રક્રિયા પહેલા બધી શાળાઓની ધોરણ-૧ની બેઠકોની સંખ્યા એકત્ર કરાશે. જીલ્લા શિક્ષણાધીકારીએ દરેક ખાનગી શાળાઓને પોતાના સરનામા અને ફોન નંબર વેબ પોર્ટલ ઉપર અપડેટ કરવા  જણાવ્યું છે.

ધોરણ-૧માં દરેક સ્કૂલોએ ૨૫ ટકા બેઠકો આરટીઈ હેઠળ બાળકોને પ્રવેશ આપવાનો હોય છે. સ્કૂલની ફી કેટલી છે તે પણ માહિતી મેળવાશે. પ્રવેશ પ્રક્રિયા માર્ચથી શરૂ થશે. પણ એ પહેલા તમામ માહિતી મેળવી લેવાશે જેથી પ્રવેશ દરમિયાન કોઈ સમસ્યા ન થાય. આરટીઈ પ્રવેશનો ઘણી ખાનગી સ્કૂલો વિરોધ કરે છે. કેટલાય વાલીઓ આ કાયદાનો ખોટો ઉપયોગ કરતા હોવાના આરોપો લગાડયા છે. ખાનગી શાળાઓના જણાવ્યા અનુસાર સ્કૂલ ફી મુજબ આરટીઈ હેઠળ સરકાર પાસેથી ફી નથી મળતી. સુરતના ખાનગી શાળાઓની આરટીઈ પ્રવેશ માટેની મિટીંગ મળેલ. જેમાં પ્રવેશ અને ફી ઉપર ચર્ચા થયેલ. મિટીંગ બાદ ખાનગી શાળાઓ દ્વારા સરકારને પત્ર લખવામાં આવેલ.

પત્રમાં જણાવ્યા મુજબ સરકાર સ્કૂલની ફીના હિસાબે ફી આપે. આરટીઈ વિદ્યાર્થી માટે ૧૦ હજાર ફી આપવી યોગ્ય નથી. ઉપરાંત આરટીઈવાળાની પુરતી તપાસ બાદ પ્રવેશ આપવામાં આવે. કેટલાય વાલીઓ ખોટો પ્રમાણપત્રો દ્વારા પ્રવેશ મેળવતા હોવાનું પણ અંતમાં જણાવેલ.

આરટીઈ વિરૂધ્ધ ઘણી શાળાઓએ કોર્ટમાં અરજી કરી છે. જેથી પ્રવેશ પ્રક્રીયા વિલંબીત થાય છે. ગત વર્ષે ઘણી શાળાઓએ  અરજીઓ કરેલ. જેથી પ્રવેશ પ્રક્રીયામાં મોડુ થતા ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહેલ.

(3:36 pm IST)