Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

દેશભરમાં ટેકસ ભરવામાં અમદાવાદીઓ પ્રથમ નંબરે

નાગપુર અને અમદાવાદને બાદ કરતા આવકવેરાના તમામ સર્કલમાં કર સંગ્રહ ગયા વર્ષની સરખામણીએ ઓછું રહ્યું છે, મુંબઈ સર્કલમાં ૧૦ વર્ષો બાદ ટેકસ કલેકશનનો ગ્રોથ રેટ નેગેટિવ રહ્યો છે

નવી દિલ્હી, તા.૨૨: સામાન્ય બજેટના ૧૦ દિવસ પહેલા પ્રત્યક્ષ કર સંગ્રહ મોરચે જે માહિતી સામે આવી છે તેનાથી સરકાર હાલ સામાન્ય જનતાને કોઈ ટેકસ રાહત આપવાની સ્થિતિમાં નથી રહી. ૧૫ જાન્યુઆરી, ૨૦૨૦ સુધી દેશમાં ડાયરેકટ ટેકસ કલેકશન ૭.૨૬ લાખ કરોડ રૂપિયા રહ્યું છે જે છેલ્લા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં ૬.૧ ટકા ઓછું છે. નાગપુર અને અમદાવાદને બાદ કરતા આવકવેરાના તમામ સર્કલમાં કર સંગ્રહ ગયા વર્ષની સરખામણીએ ઓછું રહ્યું છે. મુંબઈ સર્કલમાં ૧૦ વર્ષો બાદ ટેકસ કલેકશનનો ગ્રોથ રેટ નેગેટિવ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, એક તરફ જીએસટી સંગ્રહની ગતિ દ્યણી ઉત્સાહજનક નથી જણાતી ત્યાં બીજી તરફ ડાયરેકટ ટેકસ કેલકશન પણ અપેક્ષાથી દ્યણું ઓછું છે. એવામાં આવકવેરાની રાહત મેળવવા માંગતી સામાન્ય જનતાને બજેટથી નિરાશા મળી શકે છે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન સરકારે પ્રત્યક્ષ કર સંગ્રહની રકમ ૧૩.૩૫ લાખ કરોડ રૂપિયાનું અનુમાન લગાવ્યું હતું.

આ રીતે આગામી દોઢ મહિનામાં ૬.૦૯ લાખ કરોડ રૂપિયા કલેકશન કરવું પડશે. જો કે, એવું પણ જોવામાં આવે છે કે નાણાકીય વર્ષના અંતિમ બે મહિનામાં જ સૌથી વધુ આવકવેરા કલેકશન થતુ હોય છે. તેમ છતાં નાણા મંત્રાલયના અધિકારીઓને પણ આશ્વાસન નથી કે આ લક્ષ્યને હાંસિલ કરી શકાશે કે કેમ. આનું કારણ મુંબઈમાં ટેકસ કલેકશન ૫.૯ ટકા, દિલ્હીમાં ૧૦.૮ ટકા, ચેન્નાઈમાં ૨.૬ ટકા, હૈદરાબાદમાં ૦.૧ ટકા, બેંગલુરૂમાં ૭.૪ ટકાનો ઘટાડો નોંધાયો છે.

સૌથી વધુ જયપુરમાં ૨૦.૪ ટકાનો ઘટાડો આવ્યો છે. નાગપુરમાં ઈનડાયરેકટ ટેકસમાં ૩૫.૨૦નો વધારો થયો છે. દેશમાં આવકવેરા વિભાગના ૧૮ સર્કલ છે અને ૧૬ સર્કલોમાં વૃદ્ઘિદર નેગેટિલ રહ્યો છે. ૧૫ જાન્યુઆરી સુધીના આંકડા મુજબ જે ઈન્કમ ટેકસ કલેકશન થયું છે તેમાં ૩.૮૭ લાખ કરોડની રાશિ કોર્પોરેટ ટેકસ તરીકે અને પર્સનલ ઈન્કમ ટેકસ તરીકે ૩.૨૯ લાખ કરોડ આયા છે. જયારે ૯૦૦૦ કરોડ રૂપિયાની રાશિ સિકયોરિટીઝ ટ્રાન્ઝેકશન ટેકસ તરીકે આવ્યા છે. હવે જોવાનું એ રહેશે કે સામાન્ય બજેટમાં ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કર સંગ્રહની શું સ્થિતિ જોવા મળે છે?

(3:34 pm IST)