Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

મોંઘવારીમાં આંશિક રાહતના એંધાણ : એપ્રિલથી સીએનજી અને પીએનજીના ભાવમાં ઘટાડો થશે

30 ટકા વેટ અને ટ્રાન્સપોર્ટેશન સહિતના ખર્ચા યથાવત રહેશે.

અમદાવાદ : મોંઘવારીમાં પિસાઈ રહેલી પ્રજા માટે રાહતના સમાચાર છે. CNG-PNGના ભાવમાં 1લી એપ્રિલથી ઘટાડો થવાની સંભાવના છે. કેન્દ્ર સરકાર દ્વારા નેચરલ ગેસની કિંમતમાં 23 ટકા જેટલો ઘટાડો કરવામાં આવશે. જેથી CNG-PNGની રિટેઈલ કિંમતોમાં 10 ટકા સુધીનો ઘટાડો થવાની સંભાવના છે. ત્યારે રાજ્યમાં CNGના 10 લાખ જેટલા ગ્રાહકો અને PNGના 21 લાખ જેટલા ગ્રાહકોને રાહત મળશે. જો કે 30 ટકા વેટ અને ટ્રાન્સપોર્ટેશન સહિતના ખર્ચા યથાવત રહેશે.

(1:50 pm IST)