Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

હાર્દિક પટેલને મોટી રાહત : અમદાવાદ સેશન્સ કોર્ટે શરતી જમીન મંજુર કર્યા

હવે કોર્ટ જ્યારે પણ કહેશે ત્યારે સુનાવણીમાં હાજર રહેશે.

અમદાવાદ સેશન્સ કોર્ટે હાર્દિક પટેલના શરતી જામીન મંજૂર કર્યા છે. કોર્ટ મુદતમાં હાજર ન રહેતા ધરપકડ હાર્દિકની ધરપકડ કરવામાં આવી હતી. જો કે, હાર્દિકના વકીલે કોર્ટમાં બાંયધરી આપતા કોર્ટે જામીન મંજૂર કર્યા છે. હાર્દિકના વકીલે કોર્ટને કહ્યું હતું કે, હવે પછી આવી ભૂલ નહિ થાય. કોર્ટ મુદ્દત વખતે હાર્દિક ફરજિયાત હાજર રહેશે તેવો વકીલે કોર્ટને વિશ્વાસ અપાવ્યો હતો.

રાજદ્રોહના કેસની ટ્રાયલમાં નિયમિતપણે હાજર ન રહેવા બદલ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની ધરપકડ કરી તેને ફરી જ્યુડિશીયલ કસ્ટડી એટલે કે જેલમાં મોકલવામાં આવ્યો હતો. જેલમાંથી બહાર નીકળવા હાર્દિક પટેલે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી અને રજૂઆત કરી હતી કે તે હવે કોર્ટ જ્યારે પણ કહેશે ત્યારે સુનાવણીમાં હાજર રહેશે.

હાર્દિક પટેલની રજૂઆત છે કે વર્ષ 2015માં તેની સામે રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો અને વર્ષ 2016માં ગુજરાત હાઇકોર્ટે તેને જામીન આપ્યા હતા. ગત શનિવારે તે સામાજિક કાર્યક્રમમાં વિરમગામથી ધ્રાંગધ્રા જઇ રહ્યો હતો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી. કેસની ટ્રાયલમાં વિલંબ કરવા તે વારંવાર કોર્ટમાં ગેરહાજરીની અનુમતિ માગતી અરજીઓ કરતો હોવાનો આક્ષેપ રાજ્ય સરકાર દ્વારા કરતા તેની સામે બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું અને તેની ધરપકડ કરવામાં આવી હતી.

(1:41 pm IST)