Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

પંચમહાલના શહેરાના ઉંમરપુર પાસે કેનાલમાં પગ લપસતાં કિશોરી ફસાઈ

કિશોરીને બચાવવાની કામગીરી શરૂ

પંચમહાલના શહેરાના ઉંમરપુર પાસે હાઈ લેવલ કેનાલમાં કિશોરી ફસાઈ ગઈ છે. ઉંમરપુર તરફથી પસાર થતી પાનમ હાઈ લેવલ કેનાલના નાળામાં ૧૫ વર્ષની કિશોરી ફસાઈ છે. ધોરણ ૯ માં અભ્યાસ કરે છે. પારૂલ મકવાણા નામની કિશોરી શાળાએથી પરત ફરી રહી હતી તે દરમિયાન પગ લથતા કિશોરી નાળામાં ખાબકી હતી. ઘટનાની જાણ થતા શહેરા મામલતદાર, પોલીસ તેમજ પાનમ સિંચાઈ વિભાગની ટીમ બનાવ સ્થળે દોડી આવી છે. કિશોરીને બચાવવાની કામગીરી શરૂ કરી છે.

(11:10 pm IST)