Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

રાજ્ય સરકારની ભેટ : છઠ્ઠુ પગાર પંચ મેળવતા શિક્ષણ વિભાગના કર્મચારીઓ અને પેંશનરોના પગારમાં મોઘવારી ભથ્થાનો વધારો

વિદ્યા સહાયકોએ બે વર્ષ પૂર્ણ કર્યા હોય તેમને નિયમિત શિક્ષક તરીકેનો લાભ અપાશે

ગાંધીનગર : ગુજરાત સરકારે આજે શિક્ષણ વિભાગના કર્મચારીઓ પેંશનરોને ધ્યાનમાં રાખીને એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સરકારે છઠ્ઠુ પગાર પંચ મેળવતા શિક્ષણ વિભાગના કર્મચારીઓ અને પેંશનરોના પગારમાં મોઘવારી ભથ્થાનો વધારો કર્યો છે. આ કર્મચારીઓ અને પેંશનરોને મોંઘવારી ભથ્થામાં 10 ટકાના વધારીની જાહેરાત આજે સાંજે ગાંધીનગરમાં કરવામાં આવી છે.

                જે કર્મચારીઓ શિક્ષણ વિભાગમાં છઠ્ઠા પગાર પંચને આધીન છે તેમને 1-7-2019થી મોંઘવારી ભથ્થાનો લાભ મળશે. પ્રાપ્ત અહેવાલો મુજબ કર્મચારીઓને 1-1-2020થી આ વધારો રોકડમાં ચુકવવામાં આવશે. આ ઉપરાંત સરકારે વિદ્યાસહાયકો માટે પણ મહત્ત્તવનો નિર્ણય કર્યો છે. જે વિદ્યા સહાયકોએ બે વર્ષ પૂર્ણ કર્યા છે તેમને નિયમિત શિક્ષક તરીકેનો લાભ આપવાની સરકારે જાહેરાત કરી છે. 1404 વિદ્યાસહાયકોને સરકારે નિયમિત કરવાનો નિર્ણય કર્યો બે વર્ષ પૂર્ણ કરનારા 1404 વિદ્યાસહાયકોને સરકારે નિયમિત કરવાનો નિર્ણય કર્યો છે. અગાઉ સરકારે ગત વર્ષે જૂન મહિનામાં તમામ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વઘારો જાહેર કર્યો હતો. જોકે, કેન્દ્ર સરકારે પણ વધારો જાહેર કરવાની જાહેરાત કરી હતી

(10:55 pm IST)