Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

ગુજરાત કોમન એન્ટ્રન્સ પરીક્ષા માટે રજીસ્ટ્રેશન શરૂ થઇ

વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન એપ્લાય પ્રોસેસ સરળ : ગુજકેટ.જીએસઇબી.ઓઆરજી પર એપ્લાય કરી શકે છે

અમદાવાદ,તા. ૨૧ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ)-૨૦૨૦ની તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી તા.૩૧મી માર્ચે ગુજકેટની પરીક્ષા યોજાશે, ત્યારે આજે તા.૨૧મી જાન્યુઆરીથી તા.૫ મી ફેબ્રુઆરી સુધી વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવી શકાશે. વિદ્યાર્થી ગુજકેટ.જીએસઇબી.ઓઆરજી પર જઇને ઓનલાઇન એપ્લાય કરી શકે છે. જો કે, આ વખતે ઓનલાઇન એપ્લાય પ્રોસેસ સરળ કરી દેવાઇ હોઇ વિદ્યાર્થીઓ અને વાલીઓને રાહત થઇ છે. ગુજકેટ-૨૦૨૦ની તમામ માહિતી તથા ઓનલાઇન ફોર્મ ભરવાની તમામ સૂચનાઓ ડબલ્યુડબલ્યુડબલ્યુ. જીએસઇબી.ઓઆરજી વેબસાઇટ પર મૂકવામાં આવી છે. આ પરીક્ષાનું ફોર્મ ડબલ્યુડબલ્યુડબલ્યુ. જીએસઇબી.ઓઆરજી અથવા ગુજકેટ.જીએસઇબી.ઓઆરજી વેબસાઇટ પરથી ભરી શકાશે.

                 સાયન્સના ગ્રુપ એ, ગ્રુપ બી અને ગ્રુપ એબીના વિદ્યાર્થીઓને ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી/ડિપ્લોમાં ફાર્મસીમાં પ્રવેશ લેવા માટે ગુજકેટની પરીક્ષા આપવાની હોય છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ૨૦૨૦માં એપ્લાય કરવા માટે અરજદારને ૩૦૦ રૂપિયા એપ્લિકેશન ફી આપવાની રહેશે. એપ્લિકેશન ફી ઓનલાઇન ભરવાની રહેશે. અરજદાર વેબસાઇટ દ્વારા પરીક્ષા પેટર્ન અને યોગ્યતા વિશે જાણી શકે છે. ગત વર્ષે આ પરીક્ષામાં ૧.૩૫ લાખવિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. રાજ્યના ૩૪ કેન્દ્રો પર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ(ગુજકેટ) આયોજન કરવામાં આવ્યું હતું.

ઓનલાઈન પ્રોસેસ.....

*       સૌથી પ્રથમ ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ૨૦૨૦ની વેબસાઇટ ઓપન કરો

*       ત્યારબાદ કલીક હીયર ફોર ન્યુ કેન્ડીડેટ રજિસ્ટ્રેશન પર ક્લિક કરી રજીસ્ટ્રેશન કરી લો. રજીસ્ટ્રેશન થઇ ગયા બાદ આપને લોગ ઇન ક્રિડેન્શિયલ મોકવામાં આવશે.

*       તેમા લોગ ઇન કર્યા પછી તમે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ૨૦૨૦ એપ્લીકેશન ફોર્મ ભરી શકશો.

(9:30 pm IST)