Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

મારી અને પીએમની મિત્રતા 43 વર્ષની છે પરંતુ કયારેય મોદીને ચા વેંચતા જોયા નથી :તોગડીયા

ભાજપ અને સંઘનો રામમંદિર બનાવવા ઈરાદો નથી : 7મી ફેબ્રુઆરીએ તોગડીયા કરશે નવી પાર્ટની જાહેરાત

 

અમદાવાદ :વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણ તોગડીયાએ કહ્યું હતું કે તેની અને પ્રધાનમંત્રી મોદીની મિત્રતા 43 વર્ષની છે પણ તેમણે ક્યારેય મોદીને ચા વેચતા જોયા નથી. પ્રધાનમંત્રીની ચા વેચવાની છાપ ફક્ત જનતાની સહાનુભુતિ મેળવવા માટે છે.

  આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ તોગડીયાએ કહ્યું હતું કે ભાજપ અને સંઘનો રામ મંદિર બનાવવાનો ઇરાદો નથી.ઇન્ડિયા ટૂડેના રિપોર્ટ પ્રમાણે તોગડીયાએ કહ્યું હતું કે પ્રધાનમંત્રીના નિવેદન પછી આરએસએસના નેતા ભૈય્યા જી જોષીએ પણ સ્પષ્ટ કરી દીધું છે કે આગામી પાંચ વર્ષમાં રામ મંદિર બનશે નહીં. બંને સમૂહે (બીજેપી અને આરએસએસ)દેશની 125 કરોડ જનતાને અંધારામાં રાખ્યા છે પણ હવે દેશનો હિન્દુ જાગી ગયો છે.

   તોગડીયાએ કહ્યું હતું કે 9 ફેબ્રુઆરીએ હિન્દુઓની નવી પાર્ટીની જાહેરાત થશે અને એક વખત પાર્ટી ચૂંટણી જીતી જાય તો બીજા દિવસે મંદિર બની જશે. પ્રધાનમંત્રી મોદી પર ટિપ્પણી કરતા તોગડીયાએ કહ્યું હતું કે તે ત્રણ તલાક બિલ લાવવા માટે અડધી રાત સુધી સંસદ ચલાવી શકે છે પણ આવું રામ મંદિરના મુદ્દે કરવા માંગતા નથી.

(1:14 am IST)