Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

અમદાવાદમાં મહિલા તબીબની અશ્લીલ ચેનચાળા કરી પજવણી કરતો જુહાપુરાનો આઘેડ માજિદ શેખ ઝડપાયો

છેલ્લા એક વર્ષથી મહિલા ડોક્ટરોનો પીછો કરીને અશ્લીલ હરકતો કરતો :પ્રતિકાર કરતા ધમકી આપી

 

અમદાવાદ: મહિલા ડોક્ટરની અશ્લીલ ચેનચાળા કરીને પજવણી કરતો  જુહાપુરામાં રહેતા આધેડ માજિદ શેખને ઝડપી લેવાયો છે શખ્શ દ્વારા અવારનવાર અશ્લીલ ચેનચાળા અને અસહ્ય પજવણી કરવામાં આવતાં મહિલા ડોક્ટરે સમગ્ર મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આધેડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  અંગે મળતી વિગત મુજબ જુહાપુરાના ગાયનેકોલોજિસ્ટ મહિલા ડોક્ટરને છેલ્લા એક વર્ષથી એક આધેડ અશ્લીલ હરકતો કરી અસહ્ય હેરાન કરતો હતો મહિલા ડોક્ટર ઘરથી કિલનિક પર જતા સમયે આધેડ માજીદ શેખ પીછો કરીને અશ્લીલ હરકતો કરતા મહિલા ડોક્ટર ત્રાંસી ગયા હતા. ગઈ સાંજે આરોપી માજીદ શેખ તેની હરકતો ચાલુ રહેતા મહિલા ડોક્ટરનો પીછો કર્યો હતો. જેથી મહિલા ડોક્ટરે કંટાણીને વેજલપુર પોલીસ સ્ટેશનમાં આધેડ વિરુદ્ધ છેડતીની ફરિયાદ કરતા પોલીસે માજીદ શેખની ધરપકડ કરી લીધી છે.

   મહિલા ડોક્ટરે વેજલપુર પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ શખ્સ સામે અરજીઓો કરેલી હતી આરોપી માજીદ શેખ તેમ પણ સમજ્યો હતો. આરોપી માજીદ શેખ અવારનવાર મહિલા ડોક્ટર જોતો હતો અને તેનો પીછો કરતો હતો. જો કે ગઈ સાંજના સમયે આરોપી માજીદ શેખએ મહિલા ડોક્ટર શારિરક છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. જેનો મહિલા ડોક્ટર પ્રતિકાર કરતા આરોપીએ જાનથી મારીનાખવાની ધમકી પણ આપી હતી.

(12:42 am IST)