Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

અમદાવાદના ચંડોળામાં મેગા કોમ્બિંગ :300થી વધુ પોલીસનો કાફલો પહોંચ્યો :વોન્ટેડ 45 આરોપીઓને સમન્સ :600 મકાનોમાં વેરિફિકેશન

ઝોન-6 ડીસીપી દ્વારા ભાંગફોડિયા તત્વોને ડામવા કાર્યવાહી :કેટલાક ઘર બહાર સીસીટીવી અને પાલતુ ડોગનો લીધો સહારો

 

અમદાવાદ :અમદાવાદમાં ઝોન 6 ડીસીપીએ 300થી વધું પોલીસ કાફલા સાથે ચંડોળા વિસ્તારમાં કોમ્બિંગ કર્યું હતું અને નાસતા ફરતા 45 જેટલા આરોપીઓને સમન્સ પાઠવી 6૦૦ જેટલા ઘરોમાં વેરિફિકેશન કામગીરી કરી હતી  

  અંગે મળતી વિગત મુજબ શહેરના ચંડોળા તળાવ આસપાસનો વિસ્તાર ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે હોય તેવું માનવામાં આવે છે. અનેક વખત પોલીસે ખાનગી રીતે ચેકિંગ કરતી હોય છે ત્યારે શહેર પોલીસે વખતે કોમ્બિંગની અનોખી શરૂઆત કરી છે. ઝોન 6 ડીસીપી સહિત સ્થાનિક પોલીસને સાથે રાખી ચંડોળા વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું 300થી વધુ પોલીસ કાફલા સાથે અલગ અલગ ટીમો બનાવી ચંડોળા વિસ્તારમાં પોલીસે 600થી વધુ ઘરોમાં વેરીફીકેશન કર્યું હતું

  આમ તો પોલીસ પુરાવા માટે CCTV ફૂટેજ લેતી હોય છે. પણ ચંડોળા વિસ્તારમાં પોલીસથી બચવા લિસ્ટેડ ગુનેગારે ઘરની બહાર CCTV લગાવ્યાનું જોવા મળ્યું એટલું નહિ ઘર બહાર લોક કરી વોચ માટે પાલતુ ડોગ પણ રાખેલા જોવા મળતા પોલીસે ઘરનું તાળું તોડી તપાસ કરી અને તપાસ કરતા ઘરમાંથી દેશી દારૂ મળી આવતા અગાઉની પ્રવૃત્તિ જાણવા DVR પણ કબ્જે કરવામાં આવ્યું હતું.

(12:31 am IST)