Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

આ વર્ષે રાજ્યમાં ચોમાસુ સારું અને વહેલું રહેવાની આગાહી :ત્રણ માવઠા થશે

અખાત્રીજે રોહિણી નક્ષત્ર અને રક્ષાબંધનના દિવસે શ્રવણ નક્ષત્રનો યોગ :11 મેં અને 25 મેના રોજ પવન સાથે માવઠું થશે

અમદાવાદ ;રાજ્યના ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા છે. ચાલુ વર્ષે ચોમાસુ સારૂ રહેવાની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢના વર્ષા વિજ્ઞાનના સભ્યએ કરેલી આગાહી બાદ ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે.

  રાજ્યમાં વરસાદ કેવો પડશે તેની આગાહી જૂનાગઢના વર્ષા વિજ્ઞાનના સભ્ય રમણીકભાઈ વામજાએ કરી છે. તેમનું કહેવુ છે કે, આ વર્ષે ચોમાસુ સારુ અને વહેલુ આવશે. રમણીકભાઈ વામજા છેલ્લા 30 વર્ષથી અવકાશી અવલોકન, હવામાન, અને પક્ષીઓની ચેષ્ટાઓના આધારે વરસાદ કેવો પડશે તેની આગાહી કરે છે.

આ વર્ષે અખાત્રીજના દિવસે રોહિણી નક્ષત્ર અને રક્ષાબંધનને દિવસે શ્રવણ નક્ષત્રનો યોગ છે. જેથી સારો વરસાદ થશે. આ ઉપરાંત ચાલુ વર્ષે ત્રણ માવઠા થશે. જેમાં ભરણી નક્ષત્રના યોગ દરમ્યાન 27 ફેબ્રુઆરી, કૃતિકા નક્ષત્રમાં 11 મે અને 25 મેના રોજ પવન સાથે માવઠું થશે

    વર્ષા વિજ્ઞાન મંડળના સભ્યએ ચોમાસા અંગે કરેલા અવલોકન બાદ ખેડૂતોમાં ખુશનો માહોલ છે. ત્યારે ગત્ત વર્ષે ચોમાસુ નબળુ થયુ હતુ. જેથી આ વર્ષે ચોમસુ સારૂ રહેવાની આગાહી કરવામાં આવી છે.

(11:32 pm IST)
  • પ્રજાસતાક દિવસની 90 મિનિટની પરેડમાં વિવિધ રાજ્યોની 22 ઝાંખીઓ જમાવશે આકર્ષણ : ગણતંત્ર દિવસે આયોજીત સમારોહમાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ રામાફોસા હશે મુખ્ય મહેમાન : દિલ્હીમાં જબરી તૈયારી access_time 1:23 am IST

  • વીજ મીટરના ભાડા ઉપર લેવાતો ૧૮ ટકા જીએસટી રદ્દઃ હાઇકોર્ટનો ચૂકાદો : જોકે આ વર્ષથી આખા ગુજરાતમાં વીજતંત્રે મીટરનું ભાડુ લેવાનું બંધ કરી દીધુ છે : ટોચના અધિકારીઓએ આપેલો નિર્દેશ access_time 4:15 pm IST

  • પ્રજાસત્તાક દિવસે ફેસિયલ રિકગ્નિશન કેમેરાથી આતંકવાદીઓ પર રખાશે નજર: 30 હાઈટેક કેમેરા હજારોની ભીડમાં આંખના પલકારામાં જ ઓળખી લેશે: આતંકી અને અપરાધીને, કેમેરાના આ કન્ટ્રોલ રૂમ પર સ્પેશિયલ સેલ અને આઈબીની રહેશે નજર access_time 1:14 am IST