Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

પિરાણા ડમ્પીંગ સાઇટ કેપીંગ પ્રોજેકટ હાથ ધરવાનો નિર્ણય

જૂની સમસ્યાના નિરાકરણ માટે અમ્યુકો મક્કમ : પિરાણા ડમ્પિંગ સાઇટમાં ૧૭૦ ફુટ ઉંચા કચરાના ઢગને કેપીંગ-સપ્રેસ કરી પાસેના વિસ્તારનું હવા પ્રદૂષણ ઘટાડાશે

અમદાવાદ,તા.૨૨ : મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ આજે અમ્યુકો માટે વર્ષોથી માથાના દુઃખાવા સમાન અને શહેરના દક્ષિણ વિસ્તારના રહીશો માટે દુર્ગંધ અને વાયુ પ્રદૂષણને લઇ ત્રાહિમામ્ બનેલી પીરાણા ડમ્પીંગ સાઇટની સમસ્યાના નિવારણ માટેનો દાવો કર્યો હતો. મ્યુનિસિપલ કમિશનરે આજે રજૂ કરેલા બજેટમાં પીરાણા ડમ્પીંગ સાઇટ કેપીંગ પ્રોજેકટ માટે રૂ.૩૦૦ કરોડની ફાળવણી કરાઇ હોવાનું જણાવતાં કહ્યું કે, આ પ્રોજેકટ અંતર્ગત વધુ રકમની જોગવાઇ કરાઇ છે કારણ કે, આ સમસ્યા વધુ ગંભીર અને ચિંતાજનક બની છે ત્યારે તેનું આ તબકકે વેળાસર નિવારણ કરવું જરૂરી બની ગયું છે. અન્યથા ભવિષ્યમાં આર્થિક બોજ વધવાની સાથે શહેરીજનોના આરોગ્ય અને સ્વાસ્થ્ય પર સીધી અસર થવાની દહેશત છે, તેથી તેનું નિવારણ કરવું જ રહ્યું. મ્યુનિસિપલ કમિશનર નહેરાએ વધુમાં જણાવ્યું કે, પીરાણાની ડમ્પીંગ સાઇટ ખાતે શહેરભરનો કચરો મોટા મોટા ડમ્પરો દ્વારા વર્ષોથી ઠલવાઇ રહ્યો છે, જેના કારણે આજે કચરાના આ ઢગની ઉંચાઇ ૧૭૦ ફુટને પણ આંબી ગઇ છે. આ સંજોગોમાં ગંદકી અને પ્રદૂષણની સાથે સાથે સમગ્ર વિસ્તાર અને આસપાસના વિસ્તારમાં હવાનું પ્રદૂષણ હવે ચિંતાજનક હદે વધી રહ્યું છે. આ સમસ્યાનું આજે નહી તો, કાલે પણ નિવારણ કરવું જ પડશે અને ત્યારે કદાચ બહુ મોડું થઇ ગયું હશે. જો વર્ષો બાદ તે અંગે પગલા લેવાય તો શકય છે કે, તેના નિવારણમાં બહુ મોટો આર્થિક ખર્ચો આવે અને સાથે સાથે લોકોના આરોગ્ય પર પણ તેની માઠી અસરો પડે તેવી દહેશત છે. તેથી આ બજેટમાં અમે પીરાણા ડમ્પીંગ સાઇટની સમસ્યાના નિવારણ માટે પ્રાધાન્યતા માટે આ પ્રોજેકટ અંતર્ગત રૂ.૩૦૦ કરોડની જોગવાઇ કરી છે. જેને પગલે પીરાણા ડમ્પીંગ સાઇટ કેપીંગ પ્રોજેકટ હાથ ધરી આ સમસ્યાનું કાયમી નિવારણ લાવવાની દિશામાં પ્રયાસ કરાશે. જેનાથી દક્ષિણ વિસ્તારના લોકોને દુર્ગંધ અને હવાના પ્રદૂષણમાંથી મુકિત મળશે.

વોટર પ્રોજેકટના ચાલી રહેલા મુખ્ય કામો......

*   ૨૯ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન, ઓવરહેડ વોટર ટેન્ક કામગીરી

*   ૧૩ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાં ઓગમેન્ટેશનની કામગીરી

*   ૮૨ કરોડના ખર્ચે કોતરપુર ખાતે ૩૦૦ એમએલડીનો ડબલ્યુટીપી

*   ૧૫૮ કરોડના ખર્ચે ૨૩.૫૦ કિમીની મેઇન ટ્રન્ક વોટર લાઇન

*   ૧૩૧ કરોડના ખર્ચે વૈષ્ણોદેવી સર્કલથી સરખેજ સુધઈની મેઇન ટ્રન્ક લાઇન નાંખવાનું કામ

*   ૩૦ કરોડના ખર્ચે જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે નવા કલેરીફલોકયુલેટર બનાવવાનું આયોજન

*   થલતેજમાં ૩૨ કરોડ, નરોડામાં ૨૭ કરોડ, બોડકદેવમાં ૨૬ કરોડ અને સાબરમતીમાં ૩૪ કરોડના ખર્ચે ડબલ્યુડીએસનું આયોજન કરાયું

ડ્રેનેજ પ્રોજેક્ટ આયોજન

અમદાવાદ,તા.૨૨ : બોક્ષ : ડ્રેનેજ પ્રોજેકટના મુખ્ય આયોજનો :-

*   ૧૨૦ કરોડના ખર્ચે પશ્ચિમ ઝોન વાડજથી મહાલક્ષ્મી સુધી માઇક્રોટનલીંગથી ડ્રેનેજ લાઇન નાંખવાનું કામ

*   ૪૨ કરોડના ખર્ચે નાના ચિલોડાથી ઓઢવ સુધી રીંગ રોડને સમાંતર સુએઝ ટ્રન્ક લાઇન

*   ૩૧ કરોડના ખર્ચે ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશનના કામો

*   ૧૦૩ કરોડના ખર્ચે નારોલ રોડ પર કેડિલા બ્રીજથી કોઝી હોટલ સુધી ટ્રન્ક લાઇન

*   ૫૪ કરોડના ખર્ચે બાદરાબાદ, નરીમાનપુરા, સૈજપુરથી નરોડા પાટિયા ડ્રેનેજ લાઇન

*   ૪૫ કરોડના ખર્ચે ડફનાળા - ૨૫ એણએલડી

*   ૧૨ કરોડના ખર્ચે જુદા જુદા તળાવોમાં છ ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ

*   ૫૨ કરોડના ખર્ચે આશ્રમરોડ પર નવી રીલીફ લાઇન

*   સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામોમાં રૂ.૪૧ કરોડના ખર્ચે શંકરભુવન -૨૫ એમએલડી

*   ૭૧ કરોડના ખર્ચે વિંઝોલ - ૩૫ એમએલડી

*   ૧૫૩ કરોડના ખર્ચે વિંઝોલ - ૧૦૦ એમએલડી

*   ૧૩ કરોડના ખર્ચે લાંભા તળાવ ખાતે પાંચ એમએલડી

*   ૧૫૨ કરોડના ખર્ચે પીરાણા ખાતે ૧૫૫ એમએલડી

 

 

(8:35 pm IST)
  • વિડીયો : ક્યાં જઈ રહ્યો છે આજનો યુવાવર્ગ ? : રાજકોટના યાજ્ઞિક રોડ સ્થિત ધર્મેન્દ્રસિંહજી કોલેજના કેમ્પસમાં ભરબપોરે વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે થયું ધીંગાણું : અગમ્ય કારણોસર વિધાયર્થીઓના આ બન્ને જૂથે કરી ધોકા, હોકી સ્ટિક અને પાઇપ વડે ભારે મારામારી : સમગ્ર ઘટના cctvમાં થઇ કેદ : એ ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી (વિડીયો - સ્પીડ રિપોર્ટ) access_time 5:19 pm IST

  • પ્રજાસતાક દિવસની 90 મિનિટની પરેડમાં વિવિધ રાજ્યોની 22 ઝાંખીઓ જમાવશે આકર્ષણ : ગણતંત્ર દિવસે આયોજીત સમારોહમાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ રામાફોસા હશે મુખ્ય મહેમાન : દિલ્હીમાં જબરી તૈયારી access_time 1:23 am IST

  • બનાસકાંઠામાં ટ્રેલર અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના કરૂણમોત : કુચવાડા પાસે ટ્રેલર રિક્ષા પર ફરી વળતાં રિક્ષામાં સવાર ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત:રિક્ષામાં સવાર ઠાકોર પરિવારના સભ્યો વિઠોદર આગ માતાના દર્શન કરવા જતા હતા ત્યારે રસ્તામાં કાળ ભેટ્યો access_time 1:19 am IST