Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

કોર્પોરેશન વિજળી ઉત્પાદન વધારી ૪૪ મેગાવોટ કરશે

નખત્રાણામાં ૩૩ કરોડના ખર્ચે પ્લાન્ટ બનાવાશે : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી, હોસ્પિટલોમાં સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવાની દિશામાં આયોજન

અમદાવાદ,તા.૨૨ : મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા દ્વારા આજરોજ રજૂ કરાયેલા રૂ.૭૫૦૯ કરોડના ડ્રાફ્ટ બજેટમાં એનર્જી સેવીંગ અને કન્ઝર્વેશનની બાબત પર પણ ખાસ ભાર મૂકાયો હતો. સૌથી મહત્વનું અને નોંધનીય એ છે કે, અમ્યુકો દ્વારા હાલનું તેનું વીજ ઉત્પાદન જે આઠ મેગાવાટ છે, તે વધારી આગામી દિવસોમાં ૪૪ મેગાવોટ સુધી કરવાનું આયોજન કરાયું છે. હાલ અમ્યુકો દ્વારા વીન્ડ પ્લાન્ટ મારપતે ૮.૪ મેગાવોટ વીજળી ઉત્પન્ન કરાય છે. આ જ પ્રકારે વેસ્ટ ટુ એનર્જી, એસટીપીમાંથી પણ વીજ ઉત્પાદન કરાય છે. મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ ઉમેર્યું હતું કે, રિન્યુએબલ સોર્સ ઓફ એનર્જી દ્વારા એટલે કુદરતી ઉર્જાનો ઉપયોગ કરીને અમ્યુકો તેની વીજ ઉત્પાદન ક્ષમતા વધારવા માંગે છે. વિન્ડ પાવર પ્લાન્ટ પ્રોજેકટમાં અમ્યુકોએ ૪.૨ મેગવોટના બે પ્લાન્ટ એટલે કે, કુલ ૮.૪ મેગાવોટની વીજ ઉત્પાદનનું કામ પૂર્ણ થઇ ગયુ છે. જેના મારફતે ૨.૨ કરોડ વીજ યુનિટ ઉત્પાદન કરાયું છે.  જેના મારફતે સેટ ઓફ દ્વારા રૂ.૧૪.૩૦ કરોડની વાર્ષિક બચત શકય બની છે. આ સિવાય નખત્રાણા ખાતે ૪.૨ મેગાવોટના ત્રીજા પ્લાન્ટનું કામ રૂ.૩૩ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે. ૧૪મા નાણાં પંચની ગ્રાન્ટ અન્વયે ૪.૨ મેગાવોટના ૪થા પ્લાન્ટની કામગીરીની મંજૂરીની પ્રક્રિયા ચાલી રહી છે, જે અંગે પણ ટૂંક સમયમાં આગળની કાર્યવાહી વેગવંતી બનાવાશે. આ જ પ્રકારે અમ્યુકો હસ્તકની હોસ્પિટલ બિલ્ડીંગો, અન્ય કચેરીઓ અને ઓફિસ સંકુલોમાં સોલાર રૂફટોપ સીસ્ટમ લગાવવાની દિશામાં પણ મહત્વનું આયોજન હાથ ધરાયું છે. જેમાં અમ્યુકો હસ્તકના સીસીસી બિલ્ડીંગ, પાલડી અને એસઆરએફડીસીએલ હાઉસ ખાતે કુલ અંદાજીત ૯૦ કિ.વોની સોલાર રૂફટોપ સીસ્ટમ લગાવવા અને રિમોટ મોનીટરીંગ સીસ્ટમનું આયોજન હાથ ધરાયું છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થવાની આશા છે. અત્યારસુધીમાં અમ્યુકો દ્વારા અલગ-અલગ કિસ્સામાં ૫૪૦ કિ.વો. સોલાર રૂફટોપ સીસ્ટમ દ્વારા અંદાજીત ૧૨.૦૪ લાખ વીજ યુનિટ ઉત્પાદન થકી આશરે રૂ.એક કરોડથી પણ વધુની આર્થિક બચત કરી શકાય તેવું આયોજન અમ્યુકો દ્વારા હાથ ધરાયું છે એમ પણ નહેરાએ ઉમેર્યું હતું.

(8:32 pm IST)
  • રાજ્યમાં પબજી ગેમ પર લગાવાયો પ્રતિબંધ : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર : શિક્ષકોએ આ મામલે બાળકોને સમજાવી જાગૃત કરવા આદેશ access_time 12:07 am IST

  • પ્રજાસતાક દિવસની 90 મિનિટની પરેડમાં વિવિધ રાજ્યોની 22 ઝાંખીઓ જમાવશે આકર્ષણ : ગણતંત્ર દિવસે આયોજીત સમારોહમાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ રામાફોસા હશે મુખ્ય મહેમાન : દિલ્હીમાં જબરી તૈયારી access_time 1:23 am IST

  • ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહના હેલીકૉપટરનાં ઉતરાણ મામલે ભાજપ જૂઠ ફેલાવી રહી છે :હેલીકૉપટરને માલદામાં ઉતરાણ કરવાની મંજૂરી નહિ મળવા બાબતે બીજેપીના દાવાને તૃણમૂલ કોંગ્રેસે ફગાવ્યો :ટીએમસીએ કહ્યું કે ભાજપ જુઠાણું ફેલાવી રહી છે access_time 12:36 am IST