Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

અમ્યુકો : બજેટ હાઈલાટ્સ

૫૦૦ કરોડના ખર્ચે સાબરમતીનું શુદ્ધિકરણ

અમદાવાદ,તા. ૨૨ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નહેરા દ્વારા આજે વર્ષ ૨૦૧૯-૨૦ માટેનું રેવન્યુ ખર્ચ રૂ.૩૬૦૫.૯૬ કરોડ અને કેપીટલ ખર્ચ રૂ.૩૯૦૯.૦૪ કરોડ સાથેનું કુલ રૂ.૭૫૦૯ કરોડનું ડ્રાફટ બજેટ આજે સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં રજૂ કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર દ્વારા સામાન્ય વેરામાં, વોટર અને કન્ઝર્વન્સી ટેક્સ કે વાહનવેરામાં કોઇપણ પ્રકારના વધારા વિનાનું ફુલગુલાબી બજેટ રજૂ કરાયું હતું. સૌપ્રથમવાર સ્માર્ટ અમદાવાદની થીમ પર આ વખતનું બજેટ રજૂ કરાયું હતું.

*   અમ્યુકોનું કોઇપણ વધારાના કરવેરા વિનાનું રૂ.૭૫૦૯ કરોડનું બજેટ રજૂ

*   સામાન્ય વેરામાં કોઇ જ વધારો નહી

*   વોટર અને કોન્ઝર્વન્સી ટેક્સમાં કોઇ જ વધારો નહી

*   વાહનવેરાના દરમાં કોઇ જ વધારો નહી

*   ૫૦૦ કરોડના ગ્રીન બોન્ડ બહાર પાડવામાં આવશે

*   ત્રણ વર્ષમાં એક હજાર ઇલેક્ટ્રીક બસો દોડાવાશે

*   ૩૦૦ કરોડના ખર્ચે પીરાણા ડમ્પસાઇટ રીમીડેયેશન

*   ૫૦૦ કરોડના ખર્ચે સાબરમતી નદીનું શુધ્ધિકરણ

*   ૮૦૦ કરોડના ખર્ચે મલ્ટિ લેવલ પાર્કિંગની વ્યવસ્થા

*   ૨૬૦ કરોડના ખર્ચે બ્રીજ-ફલાય ઓવર

*   પાંચ સ્વીમીંગ પુલ અને ૧૦ નવા સંુદર ગાર્ડન

*   ૧૦૦ વોટર એટીએમનું આયોજન

*   ૨૦૦ સ્માર્ટ ટોયલેટ બનાવવાનું આયોજન

*   ૩.૫૦ કરોડના ખર્ચે રેનબસેરામાં એક ટંક નિઃશુલ્ક ભોજન

*   ગરીબ અને મધ્યમવર્ગ માટે ૯૦ હજાર આવાસો બંધાશે

*   શહેરના તમામ વોર્ડના સમતોલ વિકાસ માટે રૂ.૪૫૦ કરોડ

*   ડ્રેનેજ પ્રોજેકટ માટે રૂ.૪૧૮ કરોડની ફાળવણી

*   સ્ટ્રોમ વોટર ડ્રેઇનના કામ માટે રૂ.૧૫ કરોડની ફાળવણી

*   જાહેર સુવિધા અને તળાવ વિકાસ માટે રૂ.૩૫ કરોડની ફાળવણી

*   વોટર પ્રોજેકટ માટે કુલ રૂ.૩૮૦ કરોડની ફાળવણી

(8:28 pm IST)
  • BJP ના ધારાસભ્યનું માથુ લાવોઃ લઇ જાવ ૫૦ લાખ : બસપાના પૂર્વ ધારાસભ્ય વિજય યાદવનું એલાનઃ માયાવતી વિષે જેમ તેમ બોલનાર સાધના સિંહનું કોઇ માથુ કાપીને લાવશે તો હું તેને ૫૦ લાખ આપીશઃ ભાજપે માયાવતી અને દેશની માફી માંગવી જોઇએ નહિતર અમે આંદોલન કરશું access_time 3:32 pm IST

  • ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહના હેલીકૉપટરનાં ઉતરાણ મામલે ભાજપ જૂઠ ફેલાવી રહી છે :હેલીકૉપટરને માલદામાં ઉતરાણ કરવાની મંજૂરી નહિ મળવા બાબતે બીજેપીના દાવાને તૃણમૂલ કોંગ્રેસે ફગાવ્યો :ટીએમસીએ કહ્યું કે ભાજપ જુઠાણું ફેલાવી રહી છે access_time 12:36 am IST

  • વિડીયો : ક્યાં જઈ રહ્યો છે આજનો યુવાવર્ગ ? : રાજકોટના યાજ્ઞિક રોડ સ્થિત ધર્મેન્દ્રસિંહજી કોલેજના કેમ્પસમાં ભરબપોરે વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે થયું ધીંગાણું : અગમ્ય કારણોસર વિધાયર્થીઓના આ બન્ને જૂથે કરી ધોકા, હોકી સ્ટિક અને પાઇપ વડે ભારે મારામારી : સમગ્ર ઘટના cctvમાં થઇ કેદ : એ ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી (વિડીયો - સ્પીડ રિપોર્ટ) access_time 5:19 pm IST