Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

અમદાવાદ : વર્ષ ૨૦૧૯-૨૦નું વધારાના કરવેરા વિનાનું બજેટ

મ્યુનિસિપલ કમિશનર દ્વારા ૭૫૦૯ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ : શહેરમાં ચાલુ વર્ષે ૪૦૦ ઇલેક્ટ્રિક બસ દોડાવાશે : ૮૦૦ કરોડના ખર્ચે ૮ મલ્ટિલેવલ પાર્કિંગ બનશે : રોડ-રસ્તા,પાર્કિંગ અને પર્યાવરણ માટે જોગવાઇ

અમદાવાદ,તા. ૨૨ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નહેરા દ્વારા આજે વર્ષ ૨૦૧૯-૨૦ માટેનું રેવન્યુ ખર્ચ રૂ.૩૬૦૫.૯૬ કરોડ અને કેપીટલ ખર્ચ રૂ.૩૯૦૯.૦૪ કરોડ સાથેનું કુલ રૂ.૭૫૦૯ કરોડનું ડ્રાફટ બજેટ આજે સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં રજૂ કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર દ્વારા સામાન્ય વેરામાં, વોટર અને કન્ઝર્વન્સી ટેક્સ કે વાહનવેરામાં કોઇપણ પ્રકારના વધારા વિનાનું ફુલગુલાબી બજેટ રજૂ કરાયું હતું. સૌપ્રથમવાર સ્માર્ટ અમદાવાદની થીમ પર આ વખતનું બજેટ રજૂ કરાયું હતું. આ બજેટ મારફતે મ્યુનિસિપલ કમિશનરે શહેરને સ્વચ્છ બનાવવા, પર્યાવરણની શુધ્ધતા, સાબરમતી નદીની સ્વચ્છતા, શહેરમાં વિકરાળ બનેલી ટ્રાફિક, પાર્કિંગ અને રોડ-રસ્તા, બ્રીજની સમસ્યાઓના નિવારણ માટે મહત્તમ જોગવાઇ અને બજેટની ફાળવણી કરી છે. કોઇપણ વધારાના કરવેરા વિનાનું અમ્યુકોનું વર્ષ ૨૦૧૯-૨૦નું બજેટ સસ્ટેઇનેબલ અમદાવાદ, મોર્ડન અમદાવાદ, એફોર્ડેબલ અમદાવાદ, રેસીલિએન્ટ અમદાવાદ અને ટેકનોલોજી ડ્રીવન અમદાવાદ એમ સ્માર્ટ અમદાવાદની મુખ્ય થીમ પર તૈયાર કરવામાં આવ્યું છે. તો, સૌપ્રથમવાર અમદાવાદને ઇલેક્ટ્રીક મોબીલીટીમાં સમગ્ર દેશમાં મોડલ સ્વરૂપ બનાવવાનું આયોજન આ બજેટમાં કરાયું છે, જેના ભાગરૂપે શહેરમાં ચાલુ વર્ષે ૪૦૦ ઇલેક્ટ્રીક બસો દોડાવાશે તો, આગામી ત્રણ વર્ષમાં અમદાવાદ શહેરમાં એક હજાર જેટલી ઇલેક્ટ્રીક બસો શહેરના માર્ગો પર દોડશે. આ જ પ્રકારે રૂ.૮૦૦ કરોડના ખર્ચે આઠ મલ્ટિલેવલ પાર્કિંગની સુવિધા ઉભી કરવાનું આયોજન કરાયું છે. તો, ૫૦૦ કરોડના ખર્ચે સાબરમતી નદીને પ્રદૂષણમુકત અને શુધ્ધ કરવાનો પ્રોજેકટ હાથ ધરાશે. જયારે અમ્યુકો દ્વારા હાલનું આઠ મેગાવોટ વીજળીનું ઉત્પાદન નોંધપાત્ર રીતે વધારી ૪૪ મેગાવોટ વીજ ઉત્પાદન કરવાનું આયોજન બજેટમાં કરવામાં આવ્યું છે. આજે મેયર શ્રીમતી બીજલબહેન પટેલ, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન અમૂલ ભટ્ટની હાજરીમાં મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ વર્ષ ૨૦૧૯-૨૦નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરતાં જણાવ્યું હતું કે, મોર્ડન અમદાવાદ અને સ્પોર્ટસને પ્રાધાન્યતા આપવાના ભાગરૂપે સાબમરતી રિવરફ્રન્ટની બંને બાજુએ પશ્ચિમ કિનારે એનઆઇડીની પાછળ, પૂર્વ કિનારે શાહપુરની પાછળ એમ અદ્યતન સુવિધા સાથેના બે સ્પોર્ટસ કોમ્પલેક્ષ ઉભા કરવામા આવશે. તો શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં પાંચ નવા સ્વીમીંગ પુલ બનાવવામાં આવશે. આ જ પ્રકારે શહેરના દસ જુદા જુદા સ્થાનોએ પ્રોફેશનલ અને આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ માટે ખાસ ટેનીસ કોર્ટ તૈયાર કરવામાં આવશે. આ સાથે જ રૂ. દસ કરોડના ખર્ચે શહેરમાં તમામ ૪૦ જીમ્નેશીયમનું આધુનિકીકરણ અને પાંચ નવા જીમ્નેશીયમ બનાવવાનું આયોજન છે. તો, શહેરના ટ્રાફિક મેનેજમેન્ટ માટે ટ્રાફિક પોલીસના સહકારમાં રૂ.૨૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. શહેરમાં રૂ.૧૦.૨૫ કરોડના ખર્ચે નવી ૧૨૩ આંગણવાડીઓ બનાવવાનું પણ આયોજન કરાયું છે. શહેરની વીએસ હોસ્પિટલ અને ચિનોઇ પ્રસૂતિગૃહનું રૂ.૬૦ કરોડના ખર્ચે આધુનિકીકરણ કરાશે. તો શહેરની ઓળખસમા સી.જી રોડનું રૂ.૩૩ કરોડના ખર્ચે નવીનીકરણ આગામી વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. જાહેરસુવિધાના કામમાં રૂ.૮૫ કરોડના ખર્ચે પશ્ચિમ ઝોનમાં નારમપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું હાઇટેક સ્ટેડિયમ બનાવાશે. શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ખુલ્લા પ્લોટોની ફરતે રૂ.૨૬.૪૬ કરોડના ખર્ચે કમ્પાઉન્ડ વોલ બનાવવાની બજેટમાં જોગવાઇ કરાઇ છે. એકંદરે બજેટમાં તમામ પાસાઓને આવરી લેવાનો સારો એવો પ્રયાસ કરાયો છે.

બજેટના મુખ્ય ધ્યેય.....

અમદાવાદ, તા. ૨૨ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નહેરા દ્વારા આજે વર્ષ ૨૦૧૯-૨૦ માટેનું રેવન્યુ ખર્ચ રૂ.૩૬૦૫.૯૬ કરોડ અને કેપીટલ ખર્ચ રૂ.૩૯૦૯.૦૪ કરોડ સાથેનું કુલ રૂ.૭૫૦૯ કરોડનું ડ્રાફટ બજેટ આજે સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં રજૂ કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર દ્વારા સામાન્ય વેરામાં, વોટર અને કન્ઝર્વન્સી ટેક્સ કે વાહનવેરામાં કોઇપણ પ્રકારના વધારા વિનાનું ફુલગુલાબી બજેટ રજૂ કરાયું હતું. બજેટના ધ્યેય નીચે મુજબ છે.

*   અમદાવાદનું સૌથી સ્વચ્છ શહેર બનાવવું

*   ઇઝી ઓફ લિવિંગ ઇન્ડેક્સમાં ટોપ ફાઇવમાં સ્થાન પામવું

*   સ્માર્ટ સીટીઝમાં ટોપ ફાઇવમાં અમદાવાદને સ્થાન અપાવવું

*   ઇલેક્ટ્રીક મોબીલીટીમાં અમદાવાદ શહેરને સમગ્ર દેશમાં મોડલ સીટી બનાવવું

*   હેરિટેજ સીટી તરીકેની ઓળખની જાળવણી

રૂપિયો ક્યાંથી આવશે અને ક્યાં ક્યાં જશે...

અમદાવાદ, તા. ૨૨ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નહેરા દ્વારા આજે વર્ષ ૨૦૧૯-૨૦ માટેનું રેવન્યુ ખર્ચ રૂ.૩૬૦૫.૯૬ કરોડ અને કેપીટલ ખર્ચ રૂ.૩૯૦૯.૦૪ કરોડ સાથેનું કુલ રૂ.૭૫૦૯ કરોડનું ડ્રાફટ બજેટ આજે સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં રજૂ કરવામાં આવ્યું હતું. રૂપિયો ક્યાંથી આવશે અને ક્યાં જશે તે ચિત્ર નીચે મુજબ છે.

રૂપિયો કયાંથી આવશે

ઓકટ્રોયની અવેજીમાં સરકારની ગ્રાંટ............... ૨૯...... જનરલ ટેક્ષ    ૧૦

વોટર અને કોન્ઝર્વન્સી ટેક્સ............................... ૬

વાહન વેરો........................................................ ૨

વ્યવસાય વેરો.................................................... ૪

નોન ટેક્સ રેવન્યુ............................................ ૨૪

રેવન્યુ ગ્રાન્ટ, સબસીડી અને કોન્ટ્રીબ્યુશન......... ૧૫

અન્ય આવક.................................................... ૧૦

કુલ પૈસા...................................................... ૧૦૦

રૂપિયો કયાં જશે

એસ્ટાબ્લીશમેન્ટ............................................... ૩૦

એડમીનીસ્ટ્રેશન અને જનરલ ખર્ચ....................... ૨

મરામત અને નિભાવ.......................................... ૮

પાવર અને બળતણ........................................... ૫

સર્વિસ અને પ્રોગ્રામના ખર્ચાઓ........................... ૮

કોન્ટ્રીબ્યુશન, સબસીડી અને ગ્રાન્ટ.................... ૧૪

લોન ચાર્જીસ અને અન્ય..................................... ૨

વિકાસના કાર્યો માટે ટ્રાન્સફર........................... ૩૧

કુલ પૈસા...................................................... ૧૦૦

ઝોનલ કેપિટલ માટે ૪૫૦ કરોડ.........

દક્ષિણ ઝોન માટે સૌથી વધુ નાણા

અમદાવાદ, તા. ૨૨ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નહેરા દ્વારા આજે વર્ષ ૨૦૧૯-૨૦ માટેનું રેવન્યુ ખર્ચ રૂ.૩૬૦૫.૯૬ કરોડ અને કેપીટલ ખર્ચ રૂ.૩૯૦૯.૦૪ કરોડ સાથેનું કુલ રૂ.૭૫૦૯ કરોડનું ડ્રાફટ બજેટ આજે સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં રજૂ કરવામાં આવ્યું હતું. ઝોનલ કેપિટલ માટે ૪૫૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે ચિત્ર નીચે મુજબ છે.

ઓકટ્રોયની અવેજીમાં સરકારની ગ્રાંટ............... ૨૯...... મધ્યઝોન માટે  ૪૦ કરોડ

ઉત્તર ઝોન............................................. ૮૩ કરોડ

દક્ષિણ ઝોન........................................... ૮૬ કરોડ

પૂર્વ ઝોન............................................... ૮૩ કરોડ

પશ્ચિમ ઝોન............................................ ૫૮ કરોડ

ઉત્તર પશ્ચિમ ઝોન.................................. ૫૫ કરોડ

દક્ષિણ પશ્ચિમ ઝોન................................. ૪૫ કરોડ

કુલ................................... ૪૫૦ કરોડની ફાળવણી

(8:27 pm IST)