Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

આણંદના બાકરોલમાં પુત્રની મદદથી લોભામણી સ્કીમની લાલચ આપી 2 કરોડની ઠગાઈ આચરતા અરેરાટી

આણંદ: તાલુકાના બાકરોલ ગામે રહેતા એક શખ્સે પોતાના ત્રણ પુત્રોની મદદથી વિદ્યાનગરમાં અનુપમ એન્ટરપ્રાઈઝ નામની ઓફિસ ચાલુ કરીને ઈનામી ડ્રો દ્વારા ગ્રાહકો પાસેથી બે કરોડ ઉપરાંત ઉઘરાવીને રાતોરાત ઓફિસ અને ઘરને તાળુ મારીને ફરાર થઈ જવાની ઘટનાને આજે ત્રણ મહિના ઉપરાંતનો સમય વીત્યો હોવા છતાં પણ પોલીસની પકડમાં ના આવતાં અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર સને ૨૦૧૪માં બાકરોલ ખાતે રહેતા સફીમહંમદ સુલેમાનભાઈ વ્હોરાએ યુનિવર્સિટી સર્કલ પાસે આવેલા કોમ્પલેક્ષમાં અનુપમ એન્ટરપ્રાઈઝ નામે ઓફિસ ચાલુ કરી હતી અને ઈનામી ડ્રોની યોજના અમલમાં મુકી હતી. જે અનુસાર તેણે પ્રથમ ૩૦૦ ગ્રાહકોનું ગ્રુપ બનાવ્યું હતુ અને તેમની પાસેથી માસિક એક હજારનો હપ્તો વસુલ કર્યા બાદ નિયમિત ડ્રો યોજ્યા હતા. જેને પણ ઈનામ લાગે તેને બાઈક આપવામાં આવતું હતુ. જેને ઈનામ લાગે તેને હપ્તા ભરવાના બંધ થઈ જતા હતા. બાકીના સભ્યોને પાકતી તારીખે ૫૦ હજાર પરત અથવા તો માંગે તે વસ્તુ આપવામાં આવતી હતી. શરૂમાં સફીમહંમદે નિયમિત ડ્રો કરીને ગ્રાહકોને બાઈકો આપ્યા હતા. જેને લઈને લોકોનો વિશ્વાસ સંપાદિત થતો ગયો હતો. 

(5:47 pm IST)