Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

નડિયાદના મહુધામાં પ્રેમ સંબંધને લઈને અણબનાવ: પ્રેમીએ પ્રેમિકાનું ઢીમ ઢાળી દેતા અરેરાટી

નડિયાદ:મહુધા તાલુકાના એક ગામે પ્રેમ સંબંધને લઇ અણબનાવ ચાલી રહ્યો હતો.પ્રેમી દ્વારા પ્રેમીકા પર શંકને લઇ પ્રેમીકાની કરપીણ હત્યા કરવામાં આવતા પંથકમાં ચકચાર મચી છે. મહુધા તાલુકાના બગડુ ગામે રહેતા વિષ્ણુ ચૌહાણના પ્રેમ સંબંધ ગામમાંજ રહેતા ગંગાબેન સોઢા સાથે છેલ્લા ચાર વર્ષથી હતા.

આ પ્રેમ સંબંધને લઇ પ્રેમી વિષ્ણુભાઇ દ્વારા ગંગાબેન સાથે પ્રેમ સંબંધને લઇ ઝગડો થયો હતો.જેને લઇ આરોપી વિષ્ણુભાઇ ચૌહાણ રોષે ભરાતા નજીકમાં રહેલ કોયતા વડે ગંગાબેનના ગળે મારી દેવામાં આવ્યુ હતુ.જેના કારણે ગંગાબેનનુ ધટના સ્થળે મોત નિપજ્યુ હતુ.આ બનાવની જાણ આસપાસમાં થતા લોકોના ટોળે ટોળા ઘટના જોવા માટે ઉમટી પડયા હતા.

(5:43 pm IST)
  • ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહના હેલીકૉપટરનાં ઉતરાણ મામલે ભાજપ જૂઠ ફેલાવી રહી છે :હેલીકૉપટરને માલદામાં ઉતરાણ કરવાની મંજૂરી નહિ મળવા બાબતે બીજેપીના દાવાને તૃણમૂલ કોંગ્રેસે ફગાવ્યો :ટીએમસીએ કહ્યું કે ભાજપ જુઠાણું ફેલાવી રહી છે access_time 12:36 am IST

  • જમ્મુકાશ્મીરના સોપીયા ખાતે સુરક્ષા દળોએ છ આતંકીઓને ઘેરી લીધા છે આ લખાય છે ત્યારે ઓપરેશન ચાલુ access_time 11:19 am IST

  • લોકસભાની ચૂંટણી માટે ભાજપે તમામ વિમાન અને હેલીકૉપટર બુક કરાવી લીધા :કોંગ્રેસને કરવો પડે છે સંઘર્ષ :કોંગ્રેસના નેતા આનંદ શર્માએ કહ્યું કે ભાજપે ચૂંટણી માટે તમામ વિમાનો અને હેલીકૉપટરનું બુકીંગ કરાવી લેતા કોંગ્રેસ વિમાન અને હેલીકૉપટર મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે access_time 1:18 am IST