Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

વડોદરાના માધવનગરમાં વર્ષો પહેલા તૈયાર થયેલ આવસના મકાનને સોંપવાની કામગીરીમાં બેદરકારી: જબરદસ્તી કબ્જો લેવાની લોકોની ધમકી

વડોદરા: શહેર માં માઘવનગરની ઘટના બાદ પાંચ વર્ષે તૈયાર થયેલા આવાસોની ફાળવણી લાભાર્થીઓને નહી કરવામાં આવતા આ મહિના બાદ ગમે ત્યારે લાભાર્થીઓ મકાનનો જબરજસ્તી કબજો મેળવી લેશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

રહીશો દ્વારા આજે વુડામાં કરવામાં આવેલી રજૂઆતમાં જણાવ્યું છે કે માઘવનગરમાં થયેલી હોનારતને સાડા પાંચ વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતા રહીશો પોતાના મકાનમાં રહેવા માટે જઇ શક્યા નથી. મકાનો તૈયાર કરવામાં ઘણો સમય પસાર કરાયો છે મકાનોનું બાંધકામ પૂર્ણ થઇ ગયું હોવા છતાં હજી મકાનોની ફાળવણીમાં સમય પસાર થઇ રહ્યો છે.

 

(5:42 pm IST)