Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

અમદાવાદ: એફઆરસીમાં સભ્યતા ન ધરાવનાર લોકોને દૂર કરવા વાલીઓની માંગણી

અમદાવાદ:ફી રેગ્યુલેશન કમિટીમાં પાત્રતા ન ધરાવતા સભ્યોને ડિસ્ક્વોલિફાય કરવાની માગણી મૂકવામાં આવશે. ગુજરાતના વાલીઓને ફીને મુદ્દે એફઆરસી અપેક્ષિત સંતોષ આપવામાં નિષ્ફળ ગઈ હોવાની વાલીઓ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી ૧૨મી ફેબુ્રઆરીએ સુપ્રીમ કોર્ટમાં આ કેસની રજૂઆત કરવામાં આવશે ત્યારે આ મુદ્દો મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વાલીઓનું કહેવું છે કે ફી રેગ્યુલેશન કમિટી સરકાર સાથેની મિલીભગતમાં જ કામ કરી રહી છે. રાજકીય નેતાઓના કથિત હિતો ધરાવતી શાળાઓની ફી ઊંચી રાખવામાં આવી છે. તેથી વાલીઓને અને તેમના સંતોનોને ફીની બાબતમાં મળવો જોઈતો ન્યાય મળી શક્યો નથી.

(5:39 pm IST)
  • બનાસકાંઠામાં ટ્રેલર અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના કરૂણમોત : કુચવાડા પાસે ટ્રેલર રિક્ષા પર ફરી વળતાં રિક્ષામાં સવાર ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત:રિક્ષામાં સવાર ઠાકોર પરિવારના સભ્યો વિઠોદર આગ માતાના દર્શન કરવા જતા હતા ત્યારે રસ્તામાં કાળ ભેટ્યો access_time 1:19 am IST

  • ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહના હેલીકૉપટરનાં ઉતરાણ મામલે ભાજપ જૂઠ ફેલાવી રહી છે :હેલીકૉપટરને માલદામાં ઉતરાણ કરવાની મંજૂરી નહિ મળવા બાબતે બીજેપીના દાવાને તૃણમૂલ કોંગ્રેસે ફગાવ્યો :ટીએમસીએ કહ્યું કે ભાજપ જુઠાણું ફેલાવી રહી છે access_time 12:36 am IST

  • સપા અધ્યક્ષ અખિલેશ યાદવ આઝમગઢથી ચૂંટણી લડશે :બસપાના સુપ્રીમો માયાવતી સહારનપુરથી ચૂંટણી લડવાની વાત નક્કી :બંને દળના નેતા સુરક્ષિત સીટની સાથે આઝમગઢ અને સહારનપુર બંને પસંદ કરી છે જેની અસર દૂર સુધી રહેશે access_time 1:19 am IST